ગત વર્ષે ઓસ્ટ્રેલિયાએ TOEFL સ્કોર્સ પર લગાવી દીધો હતો પ્રતિબંધ,પણ હવે તમામ વિઝા માટે હવે TOEFL સ્કોર સ્વીકારશે

(પ્રતિનિધિ)

જો તમે ઓસ્ટ્રેલિયા જવાનું સપનું જોતા હોવ તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે,ઓસ્ટ્રેલિયાએ તમામ વિઝા માટે TOEFL સ્કોર્સને માન્યતા આપી છે.
એજ્યુકેશનલ ટેસ્ટિંગ સર્વિસ (ETS) એ જણાવ્યું હતું કે TOEFL સ્કોર્સ હવે તમામ ઓસ્ટ્રેલિયન વિઝા માટે માન્ય રહેશે.

ગયા વર્ષે જુલાઈમાં ઑસ્ટ્રેલિયન ડિપાર્ટમેન્ટ ઑફ હોમ અફેર્સ દ્વારા TOEFL ની સમીક્ષા કરવામાં આવી હતી, અને ત્યારથી સ્કોર્સ સ્વીકારવાનું બંધ કર્યું હતું હવે 5મે બાદ ટેસ્ટના સ્કોર્સ માન્ય ગણાશે
ETSએ જણાવ્યું હતું કે 5 મેના રોજ અથવા તે પછી લેવામાં આવેલા ટેસ્ટના સ્કોર્સ તમામ વિઝા માટે માન્ય ગણવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓ અને કામ કરતા લોકો માટે મનપસંદ સ્થળ છે, ગયા વર્ષે 1.2 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ગયા હતા.

ETS ઇન્ડિયા અને સાઉથ એશિયાના કન્ટ્રી મેનેજર સચિન જૈને જણાવ્યું હતું કે, “વધુમાં, નવીનતમ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ અનુસાર ટોચની 100 વૈશ્વિક યુનિવર્સિટીઓમાં 9 ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ સાથે, ઑસ્ટ્રેલિયા વિશ્વ કક્ષાનું ઉચ્ચ શિક્ષણ અને અભ્યાસ પછી કામ કરવાની તકો પ્રદાન કરે છે. “

ગયા વર્ષે 25 જુલાઈ સુધી, ETS દ્વારા પરીક્ષણમાં કરવામાં આવેલા ફેરફારોને કારણે TOEFL iBT અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ગૃહ વિભાગ દ્વારા આ પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, વિભાગ હાલમાં ટેસ્ટમાં કરવામાં આવેલા ફેરફારોની સમીક્ષા કરી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, ઓસ્ટ્રેલિયન સરકારે આ પરીક્ષણો (IELTS, PTE કેમ્બ્રિજ અંગ્રેજી (CAE) અને OET) ના પરિણામો સ્વીકાર્યા હતા.