સ્કિલ્ડ માઇગ્રન્ટ્સની અછતને પહોંચી વળવા ઓસ્ટ્રેલિયા સરકારનો નિર્ણય
ગૃહ બાબતોના પ્રધાન ક્લેર ઓ’નીલે 30 જૂન 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે વધારાની જાહેરાત કરી, માઇગ્રન્ટ્સની અછતને પહોંંચી વળવા સરકારનો નિર્ણય
કેતન જોષી, નમસ્કાર ગુજરાત ન્યૂઝ. કેનબેરા
ઓસ્ટ્રેલિયા (Australia) સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે તે ચાલુ નાણાકીય વર્ષમાં તેની પર્મેનેન્ટ રેસિડન્સ (Permanent residency ) ઇમિગ્રેશનની મર્યાદામાં 35,000 નો વધારો કરીને 1,95,000 કરશે, કારણ કે દેશ સ્કિલ્ડ માઇગ્રન્ટસ (Skilled Migrants) વર્કરની અછત સામે ઝઝૂમી રહ્યો છે. રોગચાળાને કારણે સર્જાયેલી સ્કિલ્ડ માઇગ્રન્ટ્સની અછતને પહોંચી વળવા સરકારો, ટ્રેડ યુનિયનો, વ્યવસાયો અને ઉદ્યોગોના 140 પ્રતિનિધિઓની બે દિવસીય સમિટ દરમિયાન ગૃહ બાબતોના પ્રધાન ક્લેર ઓ’નીલે 30 જૂન 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે વધારાની જાહેરાત કરી હતી.
ગૃહમંત્રી ઓ’નીલે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં નર્સો છેલ્લાં બે વર્ષથી બે-ત્રણ શિફ્ટમાં કામ કરી રહી છે, ગ્રાઉન્ડ સ્ટાફની અછતને કારણે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને ઝાડ પર ફળોનો પાક સડવા માટે છોડી દેવામાં આવ્યો છે કારણ કે તેને માટે માઇગ્રન્ટ્સની સતત અછત જોવા મળી હતી. ઓ’નીલે કહ્યું, “અમારું ધ્યાન હંમેશા ઓસ્ટ્રેલિયન નાગરિકો માટે પ્રથમ નોકરીઓ આપવા પર રહ્યું છે. તેથી જ તાલીમ સિવાય સમિટમાં મહિલાઓ અને અન્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોની ભાગીદારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. “પરંતુ કોવિડ -19 ની અસર એટલી ગંભીર છે કે જો આપણે દરેક અન્ય ભયને દૂર કરીએ તો પણ ટૂંકા ગાળા માટે હજારો કામદારોની અછત રહેશે”.
ઓ’નીલે કહ્યું કે ઘણા “કુશળ અને પ્રતિભાશાળી લોકો” ઓસ્ટ્રેલિયાને બદલે કેનેડા, જર્મની અને યુકેમાં સ્થળાંતર કરવાનું પસંદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા રાષ્ટ્રના હિતમાં તેના ઈમિગ્રેશન પ્રોગ્રામને ફરીથી બનાવવા માટે એક સમિતિની રચના કરશે. કાયમી સ્થળાંતર 2010 ના દાયકાના મધ્યમાં દર વર્ષે લગભગ 190,000 થયું તે 2017 માં ઘટ્યું કારણ કે ઇમિગ્રેશન રાજકીય ચર્ચા માટે એક ફ્લેશ પોઇન્ટ બની ગયું હતું. જોકે હવે ફરીથી અછતને પગલે તે પહેલાના વર્ષો કરતા પણ વધુ જાહેર કરાયું છે.