નેપાળે 100 રૂપિયાની નવી નોટ પર દેશનો નવો નકશો છાપવાની જાહેરાત કરી ફરી વિવાદ ઉભો કર્યો છે,વિવાદ એટલા માટે થયો કે આ નવા નકશામાં ત્રણ વિવાદિત વિસ્તારો કે જેનો નવી નોટમાં સમાવેશ કરશે કે તે વિસ્તાર પર ભારત પોતાના અધિકારક્ષેત્રમાં આવતા હોવાનું જણાવી રહ્યું છે જેની અવગણના કરી નેપાળ પોતાના નવા નકશામાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીનો સમાવેશ કરશે.
જેનો ભારતે વિરોધ કર્યો છે.

નેપાળ તેની 100 રૂપિયાની નોટ પર જૂના નકશાના સ્થાને નવો નકશો બનાવવાનો નિર્ણય નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ની અધ્યક્ષતામાં મળેલી મંત્રી પ રિષદની બેઠકમાં લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નેપાળે તા.18 જૂન 2020 ના રોજ, પોતાના રાજકીય નકશામાં પણ આ ત્રણ વિસ્તારોનો સમાવેશ કર્યો હતો, જેની સામે તે વખતે પણ ભારતે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો હવે નેપાળે ફરી 100 રૂપિયાની નોટ ઉપર નવો નકશો બનાવી આ વિવાદિત વિસ્તારનો સમાવેશ કરી નવી નોટ બહાર પાડવાનો નિર્ણય લઈ વિવાદ છેડયો છે.

વર્ષ 2019માં ભારતે નવો રાજકીય નકશો જાહેર કર્યા બાદ વર્ષ 2020માં નેપાળની તત્કાલીન કેપી ઓલી સરકારે ચીનના કહેવાથી દેશનો નવો નકશો સંસદમાં પસાર કરાવ્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારથી આ વિસ્તાર વિવાદમાં આવ્યા છે.

નેપાળમાં ગત.તા.25 એપ્રિલ અને 2 મેના રોજ યોજાયેલી બેઠકમાં ત્યાંની કેબિનેટમાં 100 રૂપિયાની નવી નોટને ફરીથી ડિઝાઈન કરવા અને ચલણ પર છપાયેલા જૂના નકશાને બદલવાની મંજૂરી મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે નેપાળ ભારતના પાંચ રાજ્યો જેવાકે સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે 1850 કિલોમીટરથી વધુની સરહદ સાથે જોડાયેલુ છે અને નેપાળ જે દાવો કરી રહ્યું છે વિસ્તાર લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા ભારતની ઉત્તરાખંડ સરહદને અડીને આવેલા છે અને ભારત આ વિસ્તાર પોતાના અધિકારક્ષેત્રમાં આવતા હોવાનું જણાવી રહ્યું છે છતાં નેપાળ તે વિસ્તાર પોતાના હોવાનું જણાવી રહ્યું છે અને હવે તેને પોતાની 100 રૂપિયાની ચલણી નોટ ઉપર છાપવા જઈ રહ્યું છે ત્યારે ભારતે વિરોધ કર્યો છે.