કેન્દ્ર સરકારની ભલામણ પર લેવાયો નિર્ણય, નિવાસ્થાનના રિનોવેશન પાછળ 45 કરોડના ખર્ચનો છે આરોપ

Arvind Kejriwal, House Renovation Audit, CAG Audit, BJP, AAP,

કેગ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના સમારકામ પર થયેલા ખર્ચનું વિશેષ ઓડિટ કરશે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની ભલામણ પર ગૃહ મંત્રાલયે કેગ દ્વારા ઓડિટને મંજૂરી આપી છે. AAP વડા કેજરીવાલનું સિવિલ લાઇન્સમાં રહેલું ઘર વહીવટી અને નાણાકીય અનિયમિતતાના આરોપો સાથે વધતા વિવાદનું કેન્દ્રબિંદુ બની ગયું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, LG હાઉસના એક અધિકારીએ આ સમાચારની પુષ્ટિ કરી છે.

હાઉસિંગ રિનોવેશન પાછળ 45 કરોડનો ખર્ચ !
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, દિલ્હી સરકારે 2020 અને 2022 વચ્ચે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનના નવીનીકરણ પર લગભગ 45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ નાણા ઈમ્પોર્ટેડ માર્બલ, ઈન્ટીરીયર જેવા કામો પાછળ ખર્ચવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટી દ્વારા કરાઇ સ્પષ્ટતા
આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી દ્વારા સ્પષ્ટતા પણ આપવામાં આવી હતી. AAP સાંસદ અને પાર્ટીના પ્રવક્તા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે કેજરીવાલ જ્યાં રહે છે તે ઘર 1942માં બનાવવામાં આવ્યું હતું. ચઢ્ઢાએ કહ્યું કે ઘરની અંદરથી બેડરૂમમાં છત પરથી પાણી ટપકતું હતું.

ભાજપના નિશાને આમ આદમી પાર્ટી
આ સમગ્ર મામલે ભારે રાજનીતિ થઈ હતી. ભાજપ અને AAP વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ છેડાયું હતું અને ભાજપે મુખ્યમંત્રી પર નિશાન સાધતા રિનોવેશનને લઈને અનેક આક્ષેપો કર્યા હતા.