ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારતના વખાણ કર્યા છે,ચીની મીડિયાએ ખુલ્લેઆમ ભારતની પ્રશંસા કરી છે અને તેને શક્તિશાળી દેશ ગણાવ્યો છે. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક અને વિદેશ નીતિમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તે ઝડપથી આગળ વધી રહ્યો છે.
ફુડાન યુનિવર્સિટીના સેન્ટર ફોર સાઉથ એશિયનના ડાયરેક્ટર ઝાંગ જિયાડોંગે ગ્લોબલ ટાઈમ્સમાં લખ્યું છે કે ભારતમાં જ્યારથી વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળી ત્યારથી ભારત વિશ્વ સ્તરે શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે અને આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં ઉત્તમ પરિણામો હાંસલ કર્યા છે.
ફુડાન યુનિવર્સિટીના સેન્ટર ફોર સાઉથ એશિયન સ્ટડીઝના ડિરેક્ટર ઝાંગ જિયાડોંગનો એક લેખ ગ્લોબલ ટાઈમ્સમાં પ્રકાશિત થયો છે. આમાં તેમણે લખ્યું છે- ભારત હવે વ્યૂહાત્મક રીતે વધુ આત્મવિશ્વાસ ધરાવે છે અને તેના ‘ઈન્ડિયા નેરેટિવ’ને મજબૂત રીતે અનુસરી રહ્યું છે.
તેમણે કહ્યું, “મેં તાજેતરમાં બે વખત ભારતની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન, મેં જોયું કે ભારતની સ્થાનિક અને વિદેશી પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં સારા પરિણામો પ્રાપ્ત કર્યા છે. ભારતની પાવર સ્ટ્રેટેજી પણ સપનામાંથી વાસ્તવિકતા તરફ આગળ વધી છે.
“એક તરફ, ભારતે આર્થિક વિકાસ અને સામાજિક શાસનમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે.
બીજી તરફ, તેની અર્થવ્યવસ્થાએ પણ વેગ પકડ્યો છે અને તે સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક બનવાના માર્ગે ચાલી રહ્યું છે,” ઝાંગે કહ્યું.
દરમિયાન,નવી દિલ્હીએ શહેરી શાસનમાં પણ પ્રગતિ કરી છે.
જો કે, અહીં ધુમ્મસની સ્થિતિ હજુ પણ ગંભીર છે.
ફુડાન યુનિવર્સિટીના ડાયરેક્ટરે વધુમાં લખ્યું છે કે ભારતીય પ્રતિનિધિઓ સાથેની વાતચીત દરમિયાન ચીનના વિદ્વાનો પ્રત્યેનું તેમનું વલણ જિદ્દી બનવાને બદલે વધુ હળવું બન્યું છે. તેમણે કહ્યું કે અગાઉ ચીન અને ભારત વચ્ચેના વેપાર અસંતુલન પર ચર્ચા કરતી વખતે ભારતીય વિદ્વાનો આ વેપાર અસંતુલનને ઘટાડવા માટે ચીનના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે,હવે ભારતીય વિદ્વાનો ચીનના વિદ્વાનોની સલાહને બદલે પોતાની કાર્યક્ષમતા ઉપર વધુ ભાર આપી રહ્યા છે અને સક્ષમ અને શક્તિશાળી બન્યા છે.
પ્રોફેસર ઝાંગે કહ્યું કે આ સિવાય ઝડપી આર્થિક અને સામાજિક વિકાસની સાથે ભારત હવે વ્યૂહાત્મક રીતે વધુ આત્મવિશ્વાસ ધરાવતું બન્યું છે.
ભારત હવે વિકાસમાં વધુ સક્રિય બન્યું છે રાજદ્વારી ક્ષેત્રે ભારત ઝડપથી શક્તિશાળી વ્યૂહરચના તરફ આગળ વધ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી સત્તા સંભાળી ત્યારથી, તેમણે યુએસ, જાપાન, રશિયા અને અન્ય દેશો અને પ્રાદેશિક સંગઠનો સાથે ભારતના સંબંધોને વધારવા માટે કુશળ વ્યૂહરચના બનાવી છે,તેમણે કહ્યું, “વિદેશ નીતિને લઈને ભારતની વ્યૂહાત્મક વિચારસરણીમાં વધુ એક પરિવર્તન આવ્યું છે અને તે હવે વધુ શક્તિશાળી વ્યૂહરચના તરફ આગળ વધી રહ્યું છે.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતે પોતાને પશ્ચિમથી દૂર કરી લીધું અને પોતાને વિકાસશીલ દેશો સાથે જોડી દીધું છે.”
ઝાંગે પોતાના લેખમાં કહ્યું કે રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે ભારત પશ્ચિમ સાથે તેની લોકતાંત્રિક સહમતિ પર ભાર મૂકીને આગળ વધ્યું છે. ભારત હવે રાજકીય અને સાંસ્કૃતિક રીતે વિશ્વ નેતા બનવા માંગે છે. ભારત હવે તેની સાંસ્કૃતિક પરંપરાને માત્ર તેના હિતોને હાંસલ કરવા અને વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટેના પ્રતીક તરીકે જ નહીં, પરંતુ તે તેને એક મહાન શક્તિ તરીકે પણ જુએ છે. તેમણે કહ્યું કે ભારતે હંમેશા પોતાની જાતને વિશ્વ શક્તિ ગણાવી છે.