સદીના મેગાસ્ટાર અમિતાભ
બચ્ચનની કમાણી દર વર્ષે વધી રહી છે.
ગયા વર્ષે તેમની કમાણી 273 કરોડ રૂપિયા કરી હોવાનો ખુલાસો થયો છે.
રાજ્યસભાની ચૂંટણી માટે તેમના પત્ની જયા બચ્ચને કરેલી એફિડેવિટથી આ વાત સામે આવી છે.
રાજ્યસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ એક વખત જયા બચ્ચનને ફરી એકવાર ઉમેદવાર બનાવ્યા છે.
જયાએ નોમિનેશનમાં દાખલ કરેલા સોગંદનામામાં જયા બચ્ચનની સાથે સાથે તેમના પતિ અમિતાભ બચ્ચનની કમાણી પણ સામે આવી છે.
આ હિસાબે બચ્ચન દંપતી પાસે 800.49 કરોડની જંગમ સંપત્તિ અને 200.14 કરોડની સ્થાવર સંપત્તિ મળી
બંનેની પાસે એક હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે.
અમિતાભ બચ્ચન પાસે 12.75 લાખ રૂપિયા અને જયા બચ્ચન પાસે 57 હજાર રૂપિયા રોકડા છે.
જયાની પાસે 10.11 કરોડ રૂપિયાની FD છે, જ્યારે અમિતાભ પાસે 120 કરોડ રૂપિયાથી વધુની FD છે. જયાની પાસે રૂ. 5.18 કરોડના બેન્ક બોન્ડ છે જ્યારે અમિતાભ પાસે રૂ. 182 કરોડથી વધુના બેન્ક બોન્ડ છે. જયાએ લોકોને 29.79 કરોડ રૂપિયાની લોન આપી છે જ્યારે અમિતાભે 359 કરોડ રૂપિયાની લોન આપી છે. જયાની પાસે માત્ર 9.82 લાખ રૂપિયાના વાહનો છે જ્યારે અમિતાભ પાસે 17.66 કરોડ રૂપિયાના વાહનો છે. જયાની પાસે 40.97 કરોડ રૂપિયાના હીરા અને રત્નો છે અને અમિતાભ પાસે 54.77 કરોડ રૂપિયા છે. જયા પર પણ રૂ. 88.12 કરોડ અને અમિતાભ પર રૂ. 17.06 કરોડની બાકી જવાબદારીઓ છે.