સોશ્યલ મીડિયામાં અક્ષય કુમારે પોસ્ટ કરીને માહિતી આપી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર બીજી વખત કોરોના પોઝિટિવ આવ્યો છે. અક્ષયે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. અક્ષયે કહ્યું છે કે તે કોરોના પોઝિટિવ હોવાના કારણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ શકશે નહીં. અક્ષયના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સાંભળીને તેના ચાહકો નારાજ છે.

અક્ષય કુમારે ટ્વિટ કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે. તેણે ટ્વીટ કર્યું – ખરેખર કાન્સ 2022માં ઈન્ડિયા પેવેલિયનમાં અમારા સિનેમાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ પરંતુ દુઃખની વાત છે કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું.

જો અહેવાલોનું માનીએ તો, અક્ષય કુમાર એઆર રહેમાન, આર માધવન, નવાઝુદ્દીન સિદ્દીકી, નયનતારા, તમન્ના ભાટિયા અને શેખર કપૂર સાથે કાન્સ 2022 માં હાજરી આપવા જઈ રહ્યો છે. અક્ષય કુમાર અગાઉ એપ્રિલ 2021માં કોરોના પોઝિટિવ આવ્યો હતો. રામ સેતુ ફિલ્મના શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યો હતો. અક્ષયની સાથે રામ સેતુના ક્રૂના ઘણા લોકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે બાદ ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું.