કાર્ડિયાક એરેસ્ટના લીધે મોત થયાના અહેવાલો, મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલાયો, મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં રહેતી અભિનેત્રી શેફાલી 11 વાગ્યાની આસપાસ ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી

ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. મોડેલ અને અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન થયું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં તેમના મૃત્યુ અંગે દાવો કરવામાં આવ્યો છે. વાયરલ બયાનીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પણ શેફાલીના મૃત્યુની માહિતી શેર કરવામાં આવી છે. શેફાલી મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં રહેતી હતી. અચાનક રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ તેણીએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તેના પતિ પરાગ ત્યાગી તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ સારવાર શરૂ કરતા પહેલા તેને મૃત જાહેર કરી. જોકે, અભિનેત્રીના મૃત્યુ વિશે વધુ માહિતી અને પરિવાર તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. ‘કાંટા લગા ગર્લ’ તરીકે પ્રખ્યાત શેફાલી ૪૨ વર્ષની હતી. તેણે ફિલ્મ ‘મુઝસે શાદી કરોંગી’માં અક્ષય કુમાર અને સલમાન ખાન સાથે કામ કર્યું હતું.
પતિ પરાગે શેફાલીને તાત્કાલિક હોસ્પિટલ લાવ્યા હતા
વાઈરલ બયાનીએ વિક્કી લાલવાણીની પોસ્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે શેફાલીને તેના પતિ અને અન્ય ત્રણ લોકો બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલના એક સ્ટાફે શેફાલીના હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મૃત્યુ પામ્યાના સમાચારની પુષ્ટિ કરી છે. આ હોસ્પિટલના ડૉ. લુલાએ આ સમાચારને નકારી કાઢ્યા નથી, ફક્ત એટલું જ કહ્યું કે તેઓ કોઈપણ દર્દી વિશે કોઈ વિગતો આપી શકતા નથી. ત્યારબાદ તે જ હોસ્પિટલના ડૉ. સુશાંતે આ સમાચારને પુષ્ટિ આપતા કહ્યું, ‘અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલી રહ્યા છીએ.’
બિગ બોસ 13 માં દેખાઇ હતી શેફાલી ઝરીવાલા
શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચારથી ચાહકો ચોંકી ગયા છે. શેફાલીએ લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 13 માં પણ ભાગ લીધો હતો. તે તેના ડાન્સ માટે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય હતી. શેફાલી જરીવાલાના મૃત્યુના સમાચારથી ચાહકો ચોંકી ગયા છે. શેફાલીએ લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 13 માં પણ ભાગ લીધો હતો. તે તેના ડાન્સ માટે પણ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય હતી.