રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં કેનેડાથી લગ્ન કરવા માટે રાજકોટ આવેલા અક્ષય ઢોલરિયા નામના યુવાન અને તેમની ફિયાન્સી (પત્ની) ખ્યાતિ સાવલિયાનું પણ કરુંણ મૃત્યુ થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
ગેમ ઝોનમાં લાગેલી આગમાં બંનેની જિંદગી હોમાઈ ગઈ હતી.
પરિજનોના DNA સેમ્પલ દ્વારા મૃતદેહોની શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

અક્ષય ઢોલરિયા અને ખ્યાતિ સાવલિયા તથા ખ્યાતિની બહેન હરિતાબેન સાવલીયા કે જેઓ આ ગેમઝોનમાં ગયા હતા જેઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.

કેનેડાથી હજારો કિલોમીટર દૂર NRI પરિવાર લગ્ન માટે વતન આવ્યો હતો અને ચાર દિવસ પહેલા કોર્ટ મરેજ કર્યા હતા અને લીગલ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જેઓના ડિસેમ્બર મહિનામાં બંન્ને પરિવારની હાજરીમાં સામાજીક રીતે ધામધૂમથી લગ્ન થવાના હતા પણ તે પહેલાંજ નવ દંપતી આગ દુર્ઘટનાનો ભોગ બન્યું હતું.

અગ્નિકાંડમાં મૂળ રાજકોટના હાલ કેનાડામાં રહેતા પરિવારના ત્રણ લોકોના મોત થયા છે.

ઉલ્લખનીય છે કે યુવાનની ડેડબોડી માટે અમેરિકામાં રહેતા તેના માતા પિતાના ડિએનએ ટેસ્ટ કરવામાં આવશે જેઓ રાજકોટ આવવા નીકળી ગયા છે.
ખ્યાતીના માતા પિતાના ડિએનએ ટેસ્ટ લેવાઈ ગયા છે.

વિગતો મુજબ 24 વર્ષીય અક્ષય ઢોલરિયાએ 20 વર્ષીય ખ્યાતિબેન સાવલિયાની હજુ એક અઠવાડિયા પહેલાં જ ધામધૂમથી સગાઈ થઈ હતી ત્યારબાદ ચાર દિવસ પહેલાં કોર્ટમાં મેરેજ કર્યા હતા અને ડિસેમ્બર માસમાં બંનેના ફરી જ્ઞાતિના રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન ગોઠવાયા હતા.

અક્ષય કેનેડાથી 10 દિવસ પહેલાં જ રાજકોટ આવ્યો હતો
અક્ષય મૂળ રાજકોટનો વતની અને અર્જુન પાર્કનો રહેવાસી હતો.
જ્યારે ખ્યાતિ રાજકોટમાં મેઘાણીનગરમાં રહેતી હતી.
જોકે,અક્ષય કેનેડામાં અભ્યાસ કરવા સાથે નોકરી પણ કરે છે જ્યારે અક્ષયના પિતા કિશોરભાઈ અને માતા હીનાબેન USAમાં રહે છે.

દરમિયાન અક્ષય અગ્નિકાંડનો ભોગ બનતા તેના USAમાં રહેતા માતા પિતા રાજકોટ આવવા માટે નીકળી ગયાં છે. તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી DNA સેમ્પલ આપશે.
એટલે કહી શકાય કે આ ઘટનામાં મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

મહત્વનું છે કે રાજકોટના ગેમઝોનમાં શનિવારે (25મી મે) સાંજે આગ લાગવાની ઘટના બની હતી જેમાં અત્યારસુધીમાં મૃત્યુઆંક 32 થયો છે.