કિશને23 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા
બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં ઈશાન કિશને ઈતિહાસ રચ્યો હતો. તે ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય છે. ઈશાન કિશને માત્ર 126 બોલમાં 200 રન પૂરા કર્યા. આ દરમિયાન તેના બેટમાંથી 23 ચોગ્ગા અને 9 છગ્ગા નીકળ્યા હતા. આ બેવડીસદી સાથે ઈશાન કિશને ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.
ભારત માટે ODI ક્રિકેટમાં ઈશાન કિશન પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા બેવડી સદી ફટકારી ચૂક્યા છે. જોકે, ઈશાને માત્ર 126 બોલમાં બેવડી સદી ફટકારી હતી. તે 131 બોલમાં 210 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની તોફાની ઇનિંગ્સમાંતેણે 24 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા હતા.
ઈશાન કિશને માત્ર 126 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી હતી. આ સાથે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનોરેકોર્ડ હવે તેના નામે થઈ ગયો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ વિસ્ફોટક ખેલાડી ક્રિસ ગેલને પાછળ છોડીને આ મહાન રેકોર્ડ બનાવ્યો. ગેઈલે 138 બોલમાં બેવડી સદી ફટકારી હતી.
ઈશાન કિશને વનડેમાં છઠ્ઠો સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો
ઈશાન કિશન (210) ODIમાં છઠ્ઠો સૌથી વધુ સ્કોરર બન્યો છે. તેની પહેલા રોહિત શર્મા 264, માર્ટિન ગુપ્ટિલ 237 અણનમ, વીરેન્દ્રસેહવાગ 219, ક્રિસ ગેલ 215 અને ફખર ઝમાન 210 અણનમ છે.
ઈશાને આ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા
ઇશાન કિશન હવે બાંગ્લાદેશ સામેની વનડેમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા આ રેકોર્ડવીરેન્દ્ર સેહવાગ (175)ના નામે હતો. આ સિવાય ઈશાન કિશન વનડેમાં સૌથી ઝડપી 150 રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.
ઈશાન કિશને પોતાની ઈનિંગમાં કુલ 10 સિક્સર ફટકારી હતી. આ સાથે તે બાંગ્લાદેશ સામે વનડેમાં સૌથી વધુ સિક્સર મારનારભારતીય બેટ્સમેન બની ગયો છે.