11 વાગ્યા સુધીમાં 18.95 ટકા મતદાન, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની 89 બેઠક પર મતદાનનો પ્રારંભ, ધીમું મતદાન થઇ રહ્યા હોવાના પણ લાગ્યા આરોપ

Gujarat voting, Gujarat Election, First Phase voting, BJP, COngress, AAP, ગુજરાત, મતદાન, મતદાર, પ્રથમ તબક્કો,

અમદાવાદ
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન માટે આજે 89 બેઠકો પર વોટિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 788 જેટલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો ગુજરાતના નાગરિકો કરશે. જોકે હાલની ટકાવારી જોતા પ્રથમ ત્રણ કલાકમાં મતદારોનો ઉત્સાહ નિરસ જણાયો હતો. જેને પગલે ઘણા શહેર તથા તાલુક મથકોમાં પ્રથમ ત્રણ કલાકમાં 20 ટકા કરતા પણ ઓછું મતદાન જોવા મળ્યું છે.

રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. કુલ 89 બેઠકોમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે રિઝર્વ છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 બૂથ ઊભા કરવામાં આવ્યા છે. જેમાંથી 15,416 બૂથ ગ્રામ્યમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે. 

  • અમરેલી 19 %
  • ભરૂચ. 17.57 %
  • ભાવનગર 18.84 %
  • બોટાદ. 18.50 %
  • ડાંગ. 24.99 %
  • દેવભૂમિ દ્વારકા 15.86 %
  • ગીર સોમનાથ 20.75 %
  • જામનગર 17.85 %
  • જુનાગઢ 18.85 %
  • કચ્છ 17.62
  • મોરબી 22.27 %
  • નર્મદા 23.73 %
  • નવસારી 21.79 %
  • પોરબંદર 16.49 %
  • રાજકોટ 18.98 %
  • સુરત 16.54 %
  • સુરેન્દ્રનગર 20.67 %
  • તાપી. 26.47 %
  • વલસાડ. 19.57. %

આપના ગોપાલ ઇટાલિયાનો આરોપ
ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, કતારગામમાં જાણી જોઈને ધીમી ગતિએ મતદાન કરાવવામાં આવી રહ્યું છે. @ECISVEEP આ રીતે જો તમારે ભાજપના ગુંડાઓના દબાણમાં જ કામ કરવાનું હોય તો ચૂંટણી શા માટે કરાવો છો? સમગ્ર રાજ્યમાં સરેરાશ 3.5% મતદાન થયું છે, પરંતુ કતારગામમાં માત્ર 1.41 મતદાન થયું છે.’ આ તરફ કોંગ્રેસે પણ કેટલાક આરોપ મૂક્યા છે. જેમાં કોંગ્રેસનું ડેલીગેશન ચૂંટણીપંચની ઓફિસે પહોંચ્યું છે. બિમલ શાહ, અલોક શર્મા, યુ.ડી.શેખાવતે ચૂંટણીપંચને રજૂઆત કરી છે. કોંગ્રેસના ડેલીગેશન દ્વારા કેટલીક જગ્યાએ ચૂંટણીપંચની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાની રજૂઆત કરવામાં છે.

ભાવનગર શહેર ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. જીતુભાઈ વાઘાણીએ ભગવાનના મંદિરે પૂજા વિધિ કર્યા બાદ સહ પરિવાર સાથે બાબાસાહેબ આંબેડકર છાત્રાલય મતદાન મથક પર મતદાન કર્યું હતું. ઢોલ નગારા સાથે મતદાન મથક પર વોટીંગ કરવા જીતુ વાઘાણી માટે પહોંચ્યા હતા.