કન્ઝર્વેટિવ પાર્ટીના 357 સાંસદોમાંથી અડધાથી વધુએ તેમને સમર્થન આપ્યું હતું. પાર્ટીના નેતા બનવા માટે ઋષિ સુનકને ઓછામાં ઓછા 100 સાંસદોના સમર્થનની જરૂર હતી.

ઋષિ સુનક, બ્રિટન વડાપ્રધાન, Rishi Sunak, Britain Prime minister, Liz truss, conservative party, indian origin Rishi Sunak, Hindu Prime minister,

ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા પીએમ બનશે. અગાઉ, પેની મોર્ડાઉન્ટ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બનવાની રેસમાંથી ખસી ગયા હતા. પૂર્વ નાણામંત્રી સુનક (42) આસાનીથી જીતી ગયા. કન્ઝર્વેટિવ પાર્ટીના 357 સાંસદોમાંથી અડધાથી વધુએ તેમને સમર્થન આપ્યું હતું. પાર્ટીના નેતા બનવા માટે ઋષિ સુનકને ઓછામાં ઓછા 100 સાંસદોના સમર્થનની જરૂર હતી.ઋષિ સુનક થોડીવારમાં બ્રિટનને સંબોધશે.

ઔપચારિક જાહેરાત બાદ ઋષિ સુનક 28 ઓક્ટોબરે પીએમ તરીકે શપથ લઈ શકે છે અને 29 ઓક્ટોબરે કેબિનેટની રચના થઈ શકે છે.બ્રિટનના પ્રથમ હિન્દુ વડાપ્રધાનબ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનક યુનાઇટેડ કિંગડમના પહેલા હિંદુ અને અશ્વેત વડાપ્રધાન બનશે. બ્રિટનના વડા પ્રધાન પદની રેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનનું નામ પાછું ખેંચાયા બાદ સોમવારે કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ સંભાળવાની ઋષિ સુનકની શક્યતા વધુ પ્રબળ બની હતી.

યુનાઇટેડ કિંગડમના પીએમ તરીકે ચૂંટાયા બાદ સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. જ્યાં અન્ય સભ્યો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.લિઝ ટ્રસ અભિનંદનપૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રુસે ઋષિ સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને યુકેના આગામી વડા પ્રધાન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વિટ કર્યું, “રિષિ સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને અમારા આગામી વડાપ્રધાન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન. તમને મારું સંપૂર્ણ સમર્થન છે.”ઘણા પૂર્વ મંત્રીઓનું સમર્થન મળ્યુંપોતાની ઉમેદવારીની જાહેરાત કરતાં પૂર્વ ચાન્સેલરે કહ્યું હતું કે તેઓ દેશની અર્થવ્યવસ્થાને ઠીક કરવા, તેમની પાર્ટીને એક કરવા અને દેશ માટે કામ કરવા માગે છે.

અગાઉ સોમવારે, પૂર્વ ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ, કેબિનેટ પ્રધાનો જેમ્સ ક્લેવરલી અને નદીમ જાહવી સહિત ઘણા અગ્રણી કન્ઝર્વેટિવ સાંસદોએ સુનકના સમર્થનમાં જોન્સનની છાવણી છોડી દીધી હતી.

લિઝ ટ્રુસે રાજીનામું આપ્યું

પટેલ ભારતીય મૂળના ભૂતપૂર્વ બ્રિટિશ પ્રધાન છે જેમણે ગયા મહિને લિઝ ટ્રુસ વડા પ્રધાન તરીકે ચૂંટાયા પછી તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે કન્ઝર્વેટિવ પાર્ટીએ સુનકને નેતૃત્વ કરવાની તક આપવી જોઈએ. લિઝ ટ્રુસે પાર્ટીમાં તેમના નેતૃત્વ સામે ખુલ્લેઆમ બળવો કર્યાના માત્ર 45 દિવસ પછી ગુરુવારે (20 ઓક્ટોબર) વડા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું.