ઓસ્ટ્રેલિયાનું લોકોને આશ્વાસન, રોગને અટકાવવા કડક પગલા લેવાઇ રહ્યા છે. તો ઇન્ડોનેશિયાથી ન્યુઝીલેન્ડ મોકલવામાં આવતા તમામ મેઇલ અને માલસામાનને ચેક કરવા આદેશ જેસિંડા સરકારનો આદેશ, ફૂટ એન્ડ માઉથ રોગનો ફેલાવો ટાળવા માટે કડક તપાસ કરવામાં આવશે
ન્યુઝીલેન્ડમાં જો રોગનો પગ પેસારો થયો તો દેશને અબજો ડોલર અને 100,000 થી વધુ નોકરીઓનું નુકસાન કરી શકે છે, દક્ષિણ એશિયામાં મોટી ચિંતાનું કારણ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ઓસ્ટ્રેલિયાની ફેડરલ સરકારે વચન આપ્યું છે કે તે દેશમાં પ્રવેશતા ફૂટ-એન્ડ-માઉથ ડિસીઝ (FMD)ને રોકવા માટે પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કારણ કે કેટલાક પ્રવાસીઓ ઑસ્ટ્રેલિયન એરપોર્ટ પર સ્ક્રીનિંગ પ્રક્રિયાઓ પર પ્રશ્ન ઉઠાવે છે. ગયા અઠવાડિયથી શરૂ કરીને, ક્વોરેન્ટાઇન નિરીક્ષકો પાસે આવનારા પ્રવાસીઓની તપાસ કરવાની વધુ સત્તા આપવામાં આવી છે અને સાથે જ ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે કે જો એરપોર્ટ પરથી જો રોગ ગ્રામીણ મિલકતો સુધી પહોંચશે તો પશુઓને કતલ કરવાની જરૂર પડી શકે છે. અગાઉ બાલીમાં આ રોગનો ફેલાવો જોવા મળ્યો હતો અને ઇન્ડોનેશિયાથી ઓસ્ટ્રેલિયામાં પ્રવેશતા માંસ ઉત્પાદનોમાં પણ વાયરસના ટુકડાઓ મળી આવ્યા હતા, જેના કારણે તે ન્યુઝીલેન્ડમાં આવવાની શક્યતા વિશે નવી ચિંતાઓ ઊભી કરી છે. યુકેમાં, 2001 માં એક ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો, જેના કારણે 6 મિલિયનથી વધુ પ્રાણીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.
ન્યુઝીલેન્ડના કૃષિ પ્રધાન ડેમિયન ઓ’કોનોરે સોમવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “ન્યુઝીલેન્ડના ખેતી ક્ષેત્ર માટે ફૂટ એન્ડ માઉથ રોગ ઘાતક સાબિત થઈ શકે છે. ” મંગળવારે એએમ સાથે વાત કરતા, ઓ’કોનોરે જણાવ્યું હતું કે સરકાર આ ખતરાને ગંભીરતાથી લઈ રહી છે, રોગ સામે લડવાની વ્યાપક યોજનાના ભાગ રૂપે કડક સ્ક્રીનિંગનાં આદેશ કર્યો છે. અમારી 60 ટકાથી વધુ નિકાસ પ્રાથમિક ક્ષેત્રમાંથી આવે છે,” તેમણે યજમાન મેલિસા ચાન-ગ્રીનને કહ્યું. “આ દરેક ન્યુઝીલેન્ડના લોકોને અસર કરશે તેથી જ અમે દરેકને ધ્યાન રાખવાનું કહીએ છીએ. જો આપણે વિદેશમાં મુસાફરી કરી રહ્યા હોઈએ તો – આપણે જ્યાં જઈએ છીએ તેના પર નજર રાખો અને ખાતરી કરો કે આપણે પ્રાણીઓના સંપર્કમાં ન આવીએ.”
તેમણે કહ્યું કે જો આ રોગ જંગલી પ્રાણીઓમાં ફેલાશે તો તે અરાજકતાનું કારણ બનશે. એક મોટો ખતરો એ છે કે ફૂટ એન્ડ માઉથ રોગ ન્યુઝીલેન્ડમાં જંગલી પ્રાણીઓમાં આવી શકે છે અને તેને નાબૂદ કરવું ખરેખર મુશ્કેલ હશે. યુકે નાબૂદીમાં સફળ રહ્યું હતું, તેમાંથી મોટાભાગના પ્રાણીઓ ખેતરોમાં હતા – પરંતુ, જેમ કે મેં કહ્યું, અહીં જંગલી પ્રાણીઓની વસ્તીમાં… જે નાબૂદીને અશક્ય બનાવશે તેથી આપણે તેને દૂર રાખવું પડશે.” સરકાર ન્યુઝીલેન્ડના લોકોને જોખમો વિશે ચેતવવા માટે શક્ય તેટલું કરી રહી હતી અને 2017 માયકોપ્લાઝમા બોવિસ (એમ બોવિસ) ફાટી નીકળ્યો હતો અને તેમાંથી દેશે પાઠ શીખ્યો છે.
“અમે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના નેતાઓ સાથે સંપર્કમાં રહીએ છીએ… જેથી આગામી ખતરા ને આસાનીથી નિવારી શકાય. “તેઓ તેનાથી વાકેફ છે અને… એમ બોવિસના અનુભવને કારણે, અમે ખેડૂતો સાથે વાતચીત કરવા અને તેમને તે સૂચનાઓનું પાલન કરવાનું મહત્વ વ્યક્ત કરવા માટે વધુ સારી સ્થિતિમાં છીએ. અમે અમારી સિસ્ટમ્સ તપાસીએ છીએ અને અમે ખાતરી કરીએ છીએ કે દેશમાં કંઈપણ લાવનાર દરેક વર્તમાન કાયદાનું પાલન કરે છે.”
ફૂટ એન્ડ માઉથ રોગ એમ બોવિસ કરતાં વધુ ઝડપથી ફેલાઈ શકે છે તેથી જ ન્યુઝીલેન્ડ શોર્ટકટ લેવાનું પોસાય તેમ નથી અને વધુ તકેદારી રાખવી એ જ નિવારણના સૌથી મહત્વપૂર્ણ પગલા છે તેમ ઓ’કોનોરે જણાવ્યું હતું.