27 જુને મુકેશ અંબાણીએ રાજીનામું આપીને પુત્ર આકાશ અંબાણીને સોંપી કમાન, SEBIને અપાઇ જાણકારી
પંકજ મોહન પવાર 27 જૂનથી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળશે, રામિન્દર સિંહ ગુજરાલ અને કે.વી ચૌધરીની કંપનીના એડિશનલ ડિરેક્ટર, બોર્ડની બેઠકમાં મુકેશ અંબાણી નું રાજીનામું સ્વીકારાયું
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
રિલાયન્સ જિયોના બોર્ડે બોર્ડના ચેરમેન તરીકે આકાશ અંબાણીની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. મુકેશ અંબાણીએ 27 જૂનથી કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. મુકેશ અંબાણી લાંબા સમયથી બિઝનેસની કમાન આગામી પેઢીને સોંપવાની તૈયારી કરી રહ્યા છે. તે નથી ઈચ્છતા કે તેના બાળકો વિવાદોમાંથી પસાર થાય જેવું તેમની અને તેમના ભાઇ અનિલ અંબાણી સાથે થયું જેની બિઝનેસ સામ્રાજ્ય પર પણ ખરાબ અસર પડી હતી.
માત્ર મુકેશ અંબાણીને લઇને જ નહીં પરંતુ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોટેક લિમિટેડમાં મેનેજમેન્ટ સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. માર્કેટ રેગ્યુલેટરી સેબી (SEBI)ને આપવામાં આવેલી માહિતીમાં રિલાયન્સ જિયોએ જણાવ્યું કે બોર્ડની બેઠક 27 જૂન 2022ના રોજ મળી હતી. બેઠકમાં રિલાયન્સ જિયોના બોર્ડે બોર્ડના અધ્યક્ષ તરીકે આકાશ અંબાણીની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જ્યારે મુકેશ અંબાણીએ 27 જૂનથી કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે.
મુકેશ અંબાણીનો શું છે સક્સેસ પ્લાન ?
ગયા વર્ષે નવેમ્બરમાં બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે મુકેશ અંબાણી આગામી પેઢીને બિઝનેસ સોંપવાની તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેલથી લઈને ટેલિકોમ સુધી ફેલાયેલા આ બિઝનેસ માટે મુકેશ અંબાણી ઉત્તરાધિકારમાં વોલ્ટન પરિવારના માર્ગને અનુસરશે. અમે તમને જણાવી દઈએ કે વિશ્વની સૌથી મોટી રિટેલ ચેઈન Walmart Inc.ના સ્થાપક સેમ વોલ્ટને ઉત્તરાધિકારનું ખૂબ જ સરળ મોડલ અપનાવ્યું હતું. તેમની સફળતાની યોજનાનો મૂળ મંત્ર હતો, ‘પરિવારને કેન્દ્રમાં રાખો, પરંતુ મેનેજમેન્ટ કંટ્રોલ અલગ-અલગ હાથમાં રાખો.’
પંકજ મોહન મેનેજિંગ ડિરેક્ટર હશે
પંકજ મોહન પવાર 27 જૂનથી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળશે. પંકજ મોહન આગામી પાંચ વર્ષ માટે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે. રામિન્દર સિંહ ગુજરાલ અને કે.વી ચૌધરીની કંપનીના એડિશનલ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. SEBIને આપવામાં આવેલી માહિતી અનુસાર, મુકેશ ડી. અંબાણીએ 27 જૂન, 2022થી પ્રભાવી કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન તરીકે આકાશ એમ. અંબાણીની નિમણૂકને નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે મંજૂરી આપવામાં આવી છે.