નમસ્કાર ગુજરાત ન્યૂઝ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની સુરક્ષામાં મોટી ખામીનો મામલો સામે આવ્યો છે. ડેલવેરના રેહોબોથ બીચ પર બિડેનના વેકેશન હોમ પર એક અજાણ્યું વિમાન જોવા મળ્યું હતું. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. જે બાદ સુરક્ષામાં લાગેલી સિક્રેટ સર્વિસે અમેરિકી રાષ્ટ્રપતિને સાવચેતીના ભાગરૂપે સેફ હાઉસમાં લઈ ગયા હતા. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને સમગ્ર મામલાની પુષ્ટિ કરી છે.
વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્લેને વેકેશન હોમની ઉપરના એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. આના કારણે આ સાવચેતીભર્યું પગલું લેવામાં આવ્યું હતું, જોકે તેનાથી રાષ્ટ્રપતિ કે તેમના પરિવારને કોઈ ખતરો નહોતો. એક સ્થાનિક રહેવાસી, સુસાન લિલાર્ડે જણાવ્યું હતું કે તેણે લગભગ 12:45 વાગ્યે રાષ્ટ્રપતિ જો બિડેનના ઘર પર એક નાનું વિમાન ઊડતું જોયું. જે બાદ બે ફાઈટર પ્લેન્સે શહેરની ઉપરથી ઉડાન ભરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન એરસ્પેસનું ઉલ્લંઘન કરીને ઉડાન ભરી હતી.