વધુ એક ભારત વિરોધી આતંકવાદીને ઢેર કરાયો, પાકિસ્તાનના તુર્બતમાં આતંકી મુપ્તિ શાહ મીરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો
મુફ્તિ શાહ મીરે ISIને ભારતીય ઉદ્યોગપતિ કુલભૂષણ જાધવના અપહરણમાં કરી હતી મદદ
પાકિસ્તાનથી ભારત અંગેના મોટા સમાચાર જણાવી રહ્યા છીએ, આતંકવાદી મુફ્તી શાહ મીરને ગોળી મારીને ઠાર કરવામાં આવ્યો છે. આ આતંકવાદી પાકિસ્તાનના તુર્બતમાં માર્યો ગયો છે, જેનું નામ હતું. મુફ્તી શાહ મીરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી આતંકીઓને અજાણ્યા શખ્શો ગોળી મારીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે.
મુફ્તિ શાહ મીર એ જ આતંકવાદી છે જેણે 9 વર્ષ પહેલા ભારતીય ઉદ્યોગપતિ કુલભૂષણ જાધવના અપહરણમાં ISIને મદદ કરી હતી. ધાર્મિક લીડરના આડમાં બલૂચિસ્તાનમાં મુફ્તિ મીર ISIને મદદ કરી રહ્યો હતો. જોકે અજાણ્યા ગનમેને તેને શુક્રવારે મસ્જિદ બહાર મોતને ઘાટ ઉતારી દીધો છે. નોંધનીય છે કે બરાબર નવ વર્ષ પહેલા માર્ચ 2016માં કુલભૂષણ જાધવને ઇરાનમાં અપહરણ કરીને બલૂચિસ્તાન લવાયો હતો અને ISIએ પાકિસ્તાનમાં જાસૂસીના આરોપ હેઠળ તેની ધરપકડ બતાવી હતી.
કુલભૂષણ જાધવને ફટકારાઈ છે મૃત્યુદંડની સજા
જાધવને પાકિસ્તાનની લશ્કરી અદાલતે એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારી હતી. ભારતે જાધવને કોન્સ્યુલર એક્સેસ નકારવા અને ફાંસીની સજાને પડકારવા બદલ પાકિસ્તાન વિરુદ્ધ ICJમાં અરજી કરી હતી. ભારતે આ આરોપોને નકાર્યા છે. જુલાઈ-2019માં હેગસ્થિત ઇન્ટરનેશનલ કૉર્ટ ઑફ જસ્ટિસે પાકિસ્તાનને આદેશ આપ્યો હતો કે કૉન્સ્યુલર મુક્ત રીતે જાધવને મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તથા ચુકાદાની ફરી સમીક્ષા કરવામાં આવે.
શું છે કુલભૂષણ જાધવ કેસમાં અત્યાર સુધીનો ઘટનાક્રમ
લાંબા સમયથી પાકિસ્તાન ભારત પર એ આરોપ મૂકી રહ્યું છે કે તે બલૂચિસ્તાનમાં સક્રિય ચરમપંથી સંગઠનોને મદદ કરે છે. ભારત આ આરોપોને નકારે છે.
કુલભૂષણ જાધવ બાબતે ભારતનું કહેવું છે કે તેઓ ભારતના એક સેવાનિવૃત્ત અધિકારી છે અને એમના બિઝનેસના કામ માટે ઈરાન ગયા હતા. પાકિસ્તાન-ઈરાન સરહદેથી એમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
ધરપકડ પછી પાકિસ્તાનની સેના અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો અને 2017માં એમને જાસૂસી સહિત અન્ય આરોપોમાં દોષી ઠેરવી ફાંસીની સજા સંભળાવવામાં આવી.
આ નિર્ણયની સામે ભારતે મે 2017માં આંતરરાષ્ટ્રીય અદાલતમાં અપીલ કરી અને માગ કરી કે કુલભૂષણ જાધવની સજા રદ કરવામાં આવે અને એમને મુક્ત કરવામાં આવે.