એનડીએ સરકારમાં મોદી સહિત 72 મંત્રીઓ, 30 કેબિનેટ મંત્રીઓ; 36 રાજ્ય મંત્રી, 5 સ્વતંત્ર હવાલા મંત્રી, 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ
નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડાપ્રધાન મોદી અને તેમની કેબિનેટમાં સામેલ થનારા ભાવિ મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવે છે. વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ઘણા દેશોના સરકારના વડાઓ પણ ભારત આવ્યા છે.
પીએમ મોદી બાદ રાજનાથ સિંહે શપથ લીધા. અમિત શાહે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા હતા. નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, પીયૂષ ગોયલ, મનોહર લાલ ખટ્ટરે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા મંત્રીઓની સંખ્યા 30 હતી જેમાં ગુજરાતના મનસુખ માંડવિયા અને સી.આર. પાટીલનો પણ સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યકક્ષાના પરંતુ સ્વતંત્ર પ્રભાર મેળવનારા પાંચ મંત્રીઓએ શપથ લીધા હતા.
કેબિનેટ મંત્રીઓ
રાજનાથ સિંહ (ભાજપ)
અમિત શાહ (ભાજપ)
નીતિન ગડકરી (ભાજપ)
જેપી નડ્ડા (ભાજપ)
શિવરાજ સિંહ (ભાજપ)
નિર્મલા સિતારમણ (ભાજપ)
એસ. જયશંકર (ભાજપ)
મનોહરલાલ ખટ્ટર (ભાજપ)
કુમારસ્વામી (જેડીએસ)
પિયૂષ ગોયલ (ભાજપ)
ધર્મેન્દ્ર પ્રધાન (ભાજપ)
જિતનરામ માંઝી (HAM)
રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ (જેડીયુ)
સર્વાનંદ સોનોવાલ (ભાજપ)
ડ઼ૉ. વિરેન્દ્ર કુમાર (ભાજપ)
કિંજરપ્પુ રામમોહન નાયડૂ (ટીડીપી)
પ્રહલાદ જોશી (ભાજપ)
જુએલ ઓરામ (ભાજપ)
ગિરિરાજ સિંહ (ભાજપ)
અશ્વિની વૈષ્ણવ (ભાજપ)
જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ)
ભૂપેન્દ્ર યાદવ (ભાજપ)
ગજેન્દ્રસિંહ શેખાવત (ભાજપ)
અન્નપૂર્ણા દેવી (ભાજપ)
કિરન રિજિજૂ (ભાજપ)
હરદીપસિંહ પુરી (ભાજપ)
ડૉ. મનસુખ માંડવિયા (ભાજપ)
જી કિશન રેડ્ડી (ભાજપ)
ચિરાગ પાસવાન (LJP)
સી.આર. પાટીલ (ભાજપ)
રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર)
રાવ ઈન્દ્રજીત સિંહ (ભાજપ)
ડૉ. જિતેન્દ્ર સિંહ (ભાજપ)
અર્જુનરામ મેઘવાલ (ભાજપ)
પ્રતાપરાવ જાધવ (શિવસેના)
જયંત ચૌધરી (RLD)
રાજ્યમંત્રી
જિતિન પ્રસાદ (ભાજપ)
શ્રીપાદ નાયક (ભાજપ)
પંકજ ચૌધરી (ભાજપ)
ક્રિશ્ન પાલ (ભાજપ)
રામદાસ અઠવલે (RPI)
રામનાથ ઠાકુર (JDU)
નિત્યાનંદ રાય (ભાજપ)
અનુપ્રિયા પટેલ (અપના દલ)
વી. સોમન્ના (ભાજપ)
ડૉ. પેમ્માસાનીચંદ્રશેખર (TDP)
પ્રો. એસ.પી. સિંઘ બઘેલ (ભાજપ)
શોભા કરંદલાજે (ભાજપ)
કિર્તીવર્ધન સિંહ (ભાજપ)
બી.એલ. વર્મા (ભાજપ)
શાંતનુ ઠાકુર (ભાજપ)
સુરેશ ગોપી (ભાજપ)
ડૉ. એલ. મુરુગન (ભાજપ)
અજય ટમટા (ભાજપ)
બંડી સંજય કુમાર (ભાજપ)
કમલેશપાસવાન (ભાજપ)
ભાગીરથ ચૌધરી (ભાજપ)
સતીષ ચંદ્ર દુબે (ભાજપ)
સંજય સેઠ (ભાજપ)
રવનીત સિંહ (ભાજપ)
દુર્ગાદાસ ઉઈકે (ભાજપ)
રક્ષા ખડસે (ભાજપ)
કેબિનેટમાં એનડીએના સહયોગીઓને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. બિહાર ક્વોટામાંથી લાલન સિંહ, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝીને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાંથી શિવસેના શિંદે જૂથના એક મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સમારોહ માટે પાકિસ્તાન સિવાય દક્ષિણ એશિયાના 7 દેશોના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.