ગુજરાતમાં 25 બેઠક ઉપર લોકસભા ચૂંટણી અને પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન ધોમ તડકામાં મતદાન માટે લાઈનો જોવા મળી રહી છે પણ જે રીતે પહેલા ચાર કલાકમાં મતદાન થયું તે 2019 કરતા લગભગ 2.52 ટકા મતદાન ઓછું મતદાન થયું હોવાના આંકડા સામે આવ્યા છે.
ચૂંટણી પંચની સૂચના મુજબ ગુજરાતનાં 50 હજાર બૂથ પૈકી 25 હજાર બૂથ પર વેબ કાસ્ટિંગ થઈ રહ્યું છે. મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સજ્જ છે. ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે.રાજ્યકક્ષાએ મોનિટરીંગ રૂમ ઉપરાંત તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત છે.
હવે 1 વાગ્યે ફરી મતદાનના આંકડા નવેસરથી જાહેર કરાયા છે જેમાં ગુજરાતમાં 1 વાગ્યા સુધીમાં 37.83% સરેરાશ મતદાન થયું છે.
અમદાવાદપૂર્વ34.36%,અમદાવાદપશ્ચિમ33.29%,અમરેલી31.48%,આણંદ41.78%,બનાસકાંઠા45.89%,બારડોલી41.67%,ભરૂચ43.12%,ભાવનગર33.26%,છોટાઉદેપુર42.65%,દાહોદ39.79%,ગાંધીનગર39.23%,જામનગર34.61%જૂનાગઢ36.11%,કચ્છ34.26%,ખેડા36.89%મહેસાણા37.79%,નવસારી38.10%,પંચમહાલ36.47%,પાટણ36.58%,પોરબંદર30.80%,રાજકોટ37.42%,સાબરકાંઠા41.92%,સુરેન્દ્રનગર33.39%,વડોદરા38.79%, અને વલસાડ 45.34% મતદાન નોંધાયું છે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ અમદાવાદમાં મકરબા ખાતે મતદાન કર્યું.
ઉદ્યોગપતિ પરિમલ નથવાણીએ દ્વારકામાં મતદાન કર્યું હતું.
●કથાકાર મોરારીબાપુએ મહુવાના તલગાજરડામાં મતદાન કર્યું
મોરારીબાપુએ મતદાન કર્યા બાદ નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગાંધીનગરના સેક્ટર-19 સુવિધા કેન્દ્ર પર રૂમ નંબર 2માં મતદાન કર્યું હતું.
ગાંધીનગરના વાસણ ગામમાં કોંગ્રેસ તરફી મતદાન થતું હોવાનું જાણીને સીટિંગ ધારાસભ્યના પતિ અનધિકૃત રીતે ઘૂસી ગયાનો શક્તિસિંહે દાવો કર્યો હતો, ભાજપના આગેવાન પહોંચી વોટિંગ બંધ કરાવ્યાનો શક્તિસિંહે આક્ષેપ કર્યો હતો.
●અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને મતદાનમાં ગેરરીતિની ફરિયાદ
અમદાવાદ પશ્ચિમ લોકસભામાં મણીનગરના 231 અને 232 બૂથમાં ગેરરીતિની ફરિયાદ કરી. ભાજપના કોર્પોરેટર ધાક ધમકી આપી મત આપવા દબાણ કરતા હોવાનો આક્ષેપ. ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુ પટેલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી.
●તાલાલાના જાંબુરમાં પરંપરાગત પોષાકમાં સીદી સમુદાય દ્વારા વોટિંગ કરાયું.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના જાંબુરમાં સિદી સમુદાયના લોકો
પરંપરાગત પોષાકમાં નૃત્યુ કરતા કરતા મતદાન મથકે આવ્યા હતા ત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ધાનપુરના કોટમંબી ગામે જાન લઈને જતા લગ્ન કરવા જઈ રહેલા પર્વત ભાઈ પરમારે લગ્ન બંધનમાં બંધાતા પહેલા મતદાન કર્યું
●સૌરાષ્ટ્રમાં ધ્રોલ નજીક આવેલ વાગુદળ ગામે લોકોએ મતદાન બહિષ્કાર કર્યો હતો.
પરંતુ આગેવાનોની સમજાવટ બાદ ક્ષત્રિય સમાજના લોકો મતદાન કરવા આગળ આવ્યા હતા.