ભારત અને ઓસ્ટ્રેલિય વચ્ચે સારા સંબંધો છે પણ ઓસ્ટ્રેલિયન મીડિયા ક્રિકેટ હોય કે વૈશ્વિક મુત્સદ્દીગીરી આ બંને ક્ષેત્રોમાં ભારત માટે એવી છાપ ઉભી કરી રહ્યું છે કે તેનાથી બન્ને દેશ વચ્ચેના સંબંધોમાં કડવાશ અને નારાજગીનું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે,અમેરિકા, કેનેડા અને પાકિસ્તાન બાદ ભારત પર ઓસ્ટ્રેલિયામાં ગુપ્તચર ઓપરેશન ચલાવવાનો આરોપ લાગ્યો છે

હકીકતમાં,ઓસ્ટ્રેલિયન મીડિયાએ આરોપ લગાવ્યો છે કે ઓસ્ટ્રેલિયાના સૈન્ય રહસ્યો ચોરી કરવાનો ભારતના જાસૂસો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે આ પ્રકારના ગંભીર આરોપ મામલે ત્યાંની સરકારે ભારત માટે આવું કંઈ કહ્યું નથી તે જુદી વાત છે.

ઓસ્ટ્રેલિયન મીડિયા ‘ધ ઓસ્ટ્રેલિયન’ અને ‘ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ’એ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. અહેવાલો કહે છે કે વર્ષ 2020માં ભારતીય જાસૂસોએ ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રોજેક્ટ્સ અને એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થા સાથે સંબંધિત ગુપ્ત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના અધિકારીઓ સામેલ હતા અને આ મામલો સામે આવ્યા બાદ ભારતીય જાસૂસોની ધરપકડ કરીને તેઓને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાનો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
આ ઘટના 2020માં બની હોવાનો દાવો કરવામાં આવ્યો જેમાં જાસૂસોએ ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ અને ડિફેન્સ પ્રોજેક્ટ્સ સંબંધિત ગુપ્ત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કર્યો કે જેમાં વ્યાપારી સંબંધોને લગતા ગુપ્તચર દસ્તાવેજો પણ હતા, પરંતુ તે ચોરી થાય તે પહેલા જ તેમણે પકડી લેવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2021ના વાર્ષિક ખતરા રિપોર્ટમાં ઓસ્ટ્રેલિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશન (ASIO)ના ડાયરેક્ટર જનરલ માઈક બર્ગેસે પણ આ અંગે સંકેત આપ્યો હતો પણ તેમણે એ નથી જણાવ્યું કે જાસૂસો કયા દેશના છે.

ઓસ્ટ્રેલિયન સરકારમાં વરિષ્ઠ મંત્રી જિમ ચેલમર્સે કહ્યું છે કે અમે આ મામલામાં પડવા માંગતા નથી. ભારત સાથે અમારી સારી મિત્રતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશોના પ્રયાસોને કારણે અમારા સંબંધો સુધર્યા છે. બીજું કે આ મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા બાદ ભારત તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી.

મીડિયા રિપોર્ટમાં બર્ગેસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જાસૂસોએ રાજ્ય પોલીસ સેવા સહિત રાજકારણીઓ, ભૂતપૂર્વ પ્રધાનો, વિદેશી દૂતાવાસો સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે દેશના વિદેશી સમુદાય પર પણ નજર રાખી હતી. આટલું જ નહીં, જાસૂસોએ એક સરકારી અધિકારીને ઓસ્ટ્રેલિયાના મોટા એરપોર્ટ વિશે માહિતી આપવા માટે પણ સમજાવ્યા હતા.

તેમણે ઓસ્ટ્રેલિયન સરકારના સિક્યોરિટી ક્લિયરન્સ ઓફિસરને પણ તૈયાર કર્યો હતો, જે તેને સુરક્ષા સંરક્ષણ પ્રણાલી સંબંધિત ગુપ્ત માહિતી આપવા જઈ રહ્યો હતો. વોશિંગ્ટન પોસ્ટે પણ દાવો કર્યો હતો કે 2020માં RAWના બે અધિકારીઓને ઓસ્ટ્રેલિયામાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયન મીડિયા ભારત ઉપર જાસૂસીનો આરોપ લગાવી રહ્યું છે,ત્યારે ત્યાંની સરકારનું શું કહેવું છે? તે જાણવા જ્યારે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગને આ રિપોર્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, “મારો જવાબ સાંભળીને તમને આશ્ચર્ય થશે નહીં કેમકે અમે ગુપ્તચર બાબતો ઉપર ટિપ્પણી કરતા નથી.” તેમણે કહ્યું કે ભારત અમારો મિત્ર છે અને અમારી સાથે તેના સંબંધો ઘણા સારા છે.

આ પ્રકારના ભારત ઉપર જાસૂસીનો આરોપ લાગ્યા બાદ ક્રિકેટની વાત કરવામાં આવેતો તેમાં પણ ત્યાનું મિડિયા ભારત માટે અલગ જ રીપોર્ટિંગ આપે છે જ્યારે પણ ઓસ્ટ્રેલિયા ક્રિકેટના મેદાન પર ટીમ ઈન્ડિયાનો સામનો કરે છે, ત્યારે ઓસ્ટ્રેલિયન મીડિયામાં એ પ્રકારના સમાચાર આવવા લાગે છે,નિવેદનો આવવા લાગે છે.
માત્ર કાગળ પર ટીમ ઈન્ડિયા સામે ઓસ્ટ્રેલિયા જીતતું હોવાના રિપોર્ટ પ્રકાશિત કરાય છે.
જોકે આ ઓસ્ટ્રેલિયાની માઇન્ડ ગેમનો એક ભાગ છે.
મીડિયામાં જ ભારતની લીડ વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ જ્યારે બંને ટીમ મેદાનમાં ઉતરે અને ત્યારે ભારત જો આગળ રહેતો પણ ઓસ્ટ્રેલિયન મીડિયામાં તેની ટિપ્પણી શરૂ થાય છે.
છેલ્લી બે શ્રેણીને યાદ કરવી જોઈએ, જ્યારે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું.
મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓ 2008ની મંકીગેટની ઘટનાથી વાકેફ હશે. તે સમયે ઓસ્ટ્રેલિયન મીડિયાએ ભારતીય ખેલાડીઓ વિશે શું પ્રકાશિત કર્યું હતું? તે સમયે ઓસ્ટ્રેલિયન મીડિયા સતત હરભજન સિંહના પાછળ પડ્યું હતું. હરભજને તે સમયે કહ્યું કે ઓસ્ટ્રેલિયન મીડિયાએ મને માઈકલ જેક્સન બનાવ્યો, કેમેરા મને સતત ફોલો કરી રહ્યા હતા.
આમ,ઓસ્ટ્રેલિન મીડિયા દ્વારા થઈ રહેલા આ પ્રકારના રીપોર્ટિંગને લઈ બન્ને દેશ વચ્ચે થોડી કડવાશ અને નારાજગી ફેલાય છે પણ સત્યતા કઈક અલગ જ હોય છે જે અંગે કોઈ સત્તાવાર વાતો સામે આવતી નથી પણ એટલું ચોક્કસ છે કે ઓસ્ટ્રેલિયન સરકાર આવી કોઈ બાબતોને ગંભીરતાથી લેતી નથી પરિણામે બન્ને દેશ વચ્ચે સારા સંબંધો જળવાઈ રહયા છે તે હકીકત છે અને વાસ્તવિકતા પણ છે.

આમ,અમેરિકા, કેનેડા અને પાકિસ્તાન બાદ ભારત પર ઓસ્ટ્રેલિયામાં ગુપ્તચર ઓપરેશન ચલાવવાનો આરોપ લાગ્યો છે કે જેની ગણતરી ભારતના શ્રેષ્ઠ મિત્રોમાં થાય છે તે ક્વાડના સભ્ય પણ છે.
ઓસ્ટ્રેલિયામાં 30 એપ્રિલે ઓસ્ટ્રેલિયન મીડિયા સંસ્થા એબીસી ન્યૂઝે દાવો કર્યો હતો કે 2020માં કેટલાક ભારતીય ગુપ્તચર એજન્ટોને ઓસ્ટ્રેલિયામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
તેઓ સંરક્ષણ અને ઓસ્ટ્રેલિયાના વેપાર સંબંધો સાથે જોડાયેલી ગુપ્ત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આમ મીડિયામાં આવેલા અહેવાલો અંગે ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. ન તો તેણે રિપોર્ટમાં કરેલા દાવાઓને સમર્થન આપ્યું છે. અને, બંનેમાંથી કોઈએ ઇનકાર કર્યો નથી.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને તેમની કેબિનેટ પ્રશ્નોને ટાળતા જોવા મળ્યા હતા.
ભારતનું નામ લીધા વિના તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા વિદેશી સરકારોની દખલગીરીનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
પણ આ પ્રકારના અહેવાલોને લઈ થોડી કડવાશ જરૂર આવી છે.