દેશમાં આજે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. પ્રથમ ફેઝમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

પ્રથમ તબક્કાના મતદાનમાં મોદી સરકારના 8 મંત્રીઓ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અને એક પૂર્વ રાજ્યપાલના ભાવિનો મતદારો ફેંસલો કરશે.
મતદાન પ્રક્રિયા સવારે સાત વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે.

લોકસભા ચૂંટણી માટે આજે 102 સીટો પર મતદાન થઇ રહ્યું છે.
જેમા 1625 ઉમેદવારો વચ્ચે જંગ છે, જેમા 1491 પુરુષો અને 134 મહિલા ઉમેદવારો મેદાને છે.

આજે પ્રથમ ચરણમાં પશ્ચિમ યુપી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સહિત 21 રાજ્યો અને કેન્દ્ર શાસ્તિ પ્રદેશોમાં મતદાન થઇ રહ્યુ છે.
જેમાં પ્રશ્ચિમ ઉત્તરપ્રદેશની 8 બેઠકો, રાજસ્થાનની 12, ઉત્તરાખંડની તમામ 5 બેઠકો, બિહારની 4 બેઠકો, પશ્ચિમ બંગાળની 4 બેઠકો, તમિલનાડુની તમામ 39 બેઠક પર સહિતઅરૂણાચલ પ્રદેશની 2, અસમની 4, મધ્યપ્રદેશી 6, મણિપુરની 2, મેઘાલયની 2, નાગાલેન્ડ ત્રિપુરા સહિત 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન કરી નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.