ગૂગલ ડ્રાઇવની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી.
આજના સમયમાં દરેક ઇન્ટરનેટ યુઝરનો ડેટા ગૂગલ ડ્રાઇવ પર ઉપલબ્ધ છે.
આ પ્લેટફોર્મ પર ફોટોથી લઈને મેસેજ સુધી ઘણો ડેટા ઉપલબ્ધ છે.
આવી સ્થિતિમાં, જો આ ડેટા લીક થશે તો શું થશે?
વાસ્તવમાં, ગૂગલે એક ચેતવણી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ ડ્રાઇવ યુઝર્સ જોખમમાં છે. ગૂગલે સ્પામથી સાવચેત રહેવા માટે કહ્યું છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરો છો તો તમે હેકિંગનો શિકાર બની શકો છો.
નિર્દોષ વપરાશકર્તાઓ માલવેર અને ફિશિંગ હુમલાનો શિકાર બની શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલ ડ્રાઇવ પર ગૂગલ એકાઉન્ટ યુઝર્સને એક શંકાસ્પદ ફાઇલ મોકલવામાં આવી રહી છે.
કેટલાક વપરાશકર્તાઓએ ફરિયાદ કરી છે કે તેમને તેમના Google એકાઉન્ટ પર ફાઇલ મેળવવાની વિનંતી મળી છે,જેનાથી ચેતતા રહેવા કહેવામાં આવી રહ્યું છે.
ગૂગલે પુષ્ટિ કરી છે કે તે આ સ્પામ હુમલાથી વાકેફ છે તેથી યુઝર્સને એલર્ટ કરાયા છે.
આ સાથે કંપનીએ કહ્યું કે જો કોઈને પણ આવી કોઈ શંકાસ્પદ ફાઇલ મળે તો તેને સ્પામ કેટેગરીમાં માર્ક કરો. ગૂગલે કહ્યું કે જો તમને શંકાસ્પદ ફાઇલ મળેતો તે લિંક અથવા દસ્તાવેજ પર ક્લિક કરશો નહીં.
જો કોઈ યુઝરને કોઈ શંકાસ્પદ ફાઈલ મળે તો યુઝર તેની જાણ કરી શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો સ્માર્ટફોન પર કોઈ પણ ફાઇલ આવે છે, તો સ્ક્રીનની ટોચ પર ત્રણ બિંદુઓ જોવા મળશે. આ પછી તમારે રિપોર્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
જો કે, જો ફાઇલ ખુલ્લી હોય, તો તમારે રાઇટ ક્લિક કરવું પડશે. આ પછી તમને બ્લોક અથવા રિપોર્ટનો વિકલ્પ મળશે.
આમ,ગૂગલે તેના યુઝર્સને ચેતવણી આપી છે, જે યુઝર્સ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. વપરાશકર્તાઓને સ્પામ હુમલાઓથી સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે, જ્યાં વપરાશકર્તાઓને શંકાસ્પદ ફાઇલ મળી રહી છે, જેના દ્વારા માલવેર તમારા ઉપકરણ અને ડ્રાઇવમાં પ્રવેશ કરી શકે છે જે તમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.