હજુ શુક્રવારે જ વડાપ્રધાન મોરિસને કર્યું હતું અનાવરણ, ઓસ્ટ્રેલિયન ભારતીય સમુદાયએ દુઃખ વ્યક્ત કર્યું
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
મેલબોર્ન માં એ ગોઝારી ઘટના સામે આવી છે જેને લઇને ઓસ્ટ્રેલિયામાં વસતો ભારતીય સમુદાય નારાજ થયો છે. ગત શુક્રવારે મેલબોર્ન ખાતે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્ટેચ્યું અનાવરણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનએ કર્યું હતું. રોવિલે ખાતે ઑસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટર ખાતે ગાંધીજીના સ્ટેચ્યુનું અનાવરણ કરાયું હતું પરંતુ બીજા જ દિવસે તેને તોડવાની કોશિશ કરાઇ હતી.
મેલબોર્નની આ ઘટના બાદ ભારતીય સમુદાય અને સ્કોટ મોરિસને દુઃખ અને આઘાત વ્યક્ત કર્યો છે. શહેરના દક્ષિણપૂર્વમાં રોવિલેના ઉપનગરમાં ઓસ્ટ્રેલિયન ઇન્ડિયન કોમ્યુનિટી સેન્ટરની બહાર વડા પ્રધાન દ્વારા પ્રતિમાનું અનાવરણ થયાના એક દિવસ પછી આ ઘટના બની હતી. આ પ્રતિમા ભારત સરકાર દ્વારા દાનમાં આપવામાં આવી હતી અને શુક્રવારે શ્રી મોરિસન દ્વારા તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
Police are calling for any witnesses, anyone with CCTV or dash cam or anyone with information to contact Crime Stoppers on 1800 333 000 or email at www.crimestoppersvic.com.au.