ભાજપના નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાએ કમલનાથના બીજેપીમાં સામેલ થવા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે X પર લખ્યું છે કે ઘણા મિત્રો ફોન કરી રહ્યા છે અને તેઓ કમલનાથ વિશે પૂછી રહ્યા છે. મેં તેમને ફોન પર કહ્યું છે અને હું અહીં એ પણ કહી રહ્યો છું કે શીખોના હત્યારા અને હિંદ દી ચાદર ગુરુ તેગ બહાદુર જીના ગુરુદ્વારા રકાબગંજ સાહિબને સળગાવનાર કમલનાથ માટે ન તો બીજેપીના દરવાજા ખુલ્લા હતા અને ન તો ખુલ્લા છે.
તજિન્દર પાલ સિંહ બગ્ગાએ આગળ લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી આ ક્યારેય શક્ય નહીં બને, જેની હું તમને બધાને ખાતરી આપું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે તજિન્દર પાલ સિંહ બગ્ગા ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિલ્હી યુનિટના પ્રવક્તા છે. તેઓ નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રવાદી દક્ષિણપંથી સંગઠન ભગતસિંહ ક્રાંતિ સેનાના સ્થાપક સભ્ય પણ છે.
તેઓના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે અને હવે આગળ શું થાય છે તે સામે સૌની મીટ મંડાઈ છે.