કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરવાના મુદ્દે આજે ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલમાં સુનાવણી થઈ હતી,જેમાં કોંગ્રેસને રાહત મળી અને હવે પાર્ટી એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે.
આ કેસની આગામી સુનાવણી આગામી બુધવારે થશે.
આઈટી વિભાગ દ્વારા કોંગ્રેસ સંબંધિત ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે
તેને આઈટી ટ્રિબ્યુનલ તરફથી મોટી રાહત મળી છે.
પાર્ટી આગેવાન વિવેક તંખાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ખાતા ફ્રીઝ થયા હતા જે બુધવાર સુધીમાં દૂર કરવામાં આવ્યા છે.
તંખાએ જણાવ્યું કે અમે દિલ્હીમાં ITAT બેન્ચ સમક્ષ કોંગ્રેસનો પક્ષ રજૂ કર્યો હતો.
તંખાએ કહ્યું કે કોર્ટે અમારી વાત સાંભળી, અમે કહ્યું
કે અમારી પાસે પુરાવા છે અને અમારા પર 115 કરોડોનો ટેક્સ કેવી રીતે થાય?તેના આધારે દલીલ કરવા માંગે છે જોકે, કોર્ટમાંસુનાવણી બાદ અમને રાહત મળી છે અને હવે કોંગ્રેસ પાર્ટી બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. જેની વધુ સુનાવણી આગામી
બુધવારે થશે.
આ પહેલા પાર્ટીના સિનિયર નેતા અજય માકને પ્રેસ કોંફરન્સ કરી કહ્યું હતું કે કોંગ્રેસના બેન્ક અકાઉન્ટ ફ્રીઝ થઈ જતા સેલેરીથી માંડી બિલોની ચૂકવણી થઈ શકતી ન હતી.
અજય માકને કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રીઝ કરવા તે લોકશાહી વિરુદ્ધ છે,લોકસભાની ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીના અઠવાડિયા બાકી છે આવી સ્થિતિમાં સરકાર આ પગલું ભરીને શું સાબિત કરી શકે?
કરવા માંગે છે.
દેશની મુખ્ય પાર્ટીઓના ખાતાઓ ફ્રીઝ
કરવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગે રૂ. 210 કરોડની
વસૂલાતની માંગ કરી છે.
કોંગ્રેસ નેતાએ ઉમેર્યું કે 1018-19ના ઈન્કમ ટેક્સ ફાઇલિંગને આધાર બનાવી કરોડો રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે એ ખૂબ શરમની વાત છે અને લોકશાહીની હત્યા છે.
તેમણે કહ્યું કહ્યું કે પાર્ટીએ રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ કર્યો છે પણ તે માટે 45 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો છે છતાં પણ અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.