બિગ બેશ લીગની 13મી સિઝનની ફાઇનલમાં બ્રિસ્બેન હીટે સિક્સર્સને 54 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. બ્રિસ્બેન હીટ ટીમ બીજી વખત BBL ચેમ્પિયન બની છે. ફાઈનલ મેચમાં બ્રિસબેન હીટની ટીમે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં સિડની સિક્સર્સ 17.3 ઓવરમાં 112 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
સ્પેન્સર જ્હોન્સને બ્રિસ્બેન હીટ માટે શાનદાર બોલિંગ કરી હતી.
જોન્સને તેની ચાર ઓવરના સ્પેલમાં માત્ર 26 રન આપીને 4 વિકેટ લીધી હતી,તેની તોફાની બોલિંગના કારણે સિડની સિક્સર્સની ટીમ 20 ઓવર પહેલા જ પડી ભાંગી હતી.
સ્પેન્સર ઉપરાંત ઝેવિયર બાર્ટલેટ અને મિશેલ સ્વેપ્સને બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય માઈકલ નેસર અને પોલ વોલ્ટરે પણ એક-એક વિકેટ લીધી હતી.
સિડની સિક્સર્સ તરફથી કેપ્ટન મોઈસેસ હેનરિક્સે સૌથી વધુ 25 રનની ઈનિંગ રમી હતી.
આ સિવાય જોશ ફિલિપ્સે 23 રનનું યોગદાન આપ્યું હતું.
આ બંને સિવાય સિડનીનો અન્ય કોઈ ખેલાડી બેટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શક્યો નહીં જેના કારણે ટીમ ફાઇનલમાં હારી ગઈ.
જોશ બ્રાઉને ફાઈનલ મેચમાં બ્રિસ્બેન માટે તેની બેટિંગથી પ્રભુત્વ જમાવ્યું હતું.
બ્રાઉને 38 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 5 ફોર અને 3 સિક્સ પણ ફટકારી હતી.
જો બ્રાઉન સિવાય મેટ રેનશોએ 22 બોલમાં 40 રનની ઇનિંગ રમી હતી. મેક્સ બ્રાયન્ટે પણ 29 રન બનાવ્યા હતા. આ સિવાય નાથન મેકસ્વિનીએ પણ 33 રનની ઇનિંગ રમી હતી.