અયોધ્યામાં શ્રી રામલલા પ્રાણપ્રતિષ્ઠાના અનુષ્ઠાનનો આજે બીજો દિવસ છે, મંગળવારથી ભગવાન શ્રી રામ લલ્લા પ્રાણપતિષ્ઠા અનુષ્ઠાનની વિધિ શરૂ થઈ ગઈ છે.
શ્રી રામલલાની પ્રતિમા તા.18 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં નિર્ધારિત આસન પર સ્થાપિત કરવામાં આવશે.
છેલ્લા 70 વર્ષથી પૂજાતી હાલની મૂર્તિને પણ નવા મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવશે.,22 જાન્યુઆરીએ રામલલા અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેશે.
પ્રાણ પ્રતિષ્ઠા અભિષેક માટે અનુષ્ઠાન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિયમોનું પાલન કરી રહયા છે તેઓ સૌ પ્રથમ શ્રીરામ મંદિર પરિસરમાં બનેલી જટાયુની મૂર્તિની પૂજા કરશે,આ પ્રતિમાની સ્થાપના ખાસ કરીને મંદિર ચળવળમાં બલિદાન આપનારા શહીદોની યાદમાં કરવામાં આવી હતી. કારસેવામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો પણ પૂજા સમયે હાજર રહેશે.
અનુષ્ઠાન નિયમ હેઠળ, પીએમ મોદી શુક્રવારથી ઉપવાસ કરી રહ્યા છે અને ઘણા નિયમોનું પાલન કરી રહ્યા છે અને તા.12 જાન્યુઆરીથી એક ટાણું કરી ઉપવાસ પર છે,VHPના સૂત્રોના જણાવ્યા અનુસાર, યમના નિયમો અને પૂજા પદ્ધતિ મુજબ, PM 19 થી 21 જાન્યુઆરી સુધી સંપૂર્ણપણે ફળો પર નિર્ભર રહેશે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તેઓએ સંપૂર્ણ ઉપવાસ કરવાનું રહેશે. આ દરમિયાન તેઓ શાસ્ત્રોના નિયમો અનુસાર પસંદ કરેલા મંત્રોનો જાપ કરશે.