ભારતમાં કોલસાની અછતના કારણે આવનાર સમયમાં વિજ સંકટ આકાર લઈ શકે છે
વિશ્લેષકોના મત મુજબ, વિશ્વ પર તોળાઈ રહેલા ઊર્જા સંકટ માટે ઘણા પરિબળો જવાબદાર છે.
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
કોરોના મહામારીથી હજુ વિશ્વ બહાર પણ નથી આવ્યું ત્યાં નવી મુશ્કેલીએ દેખા દીધી છે. ભારતમાં (India) વીજ કંપનીઓ કોલસાની અછતના (Shortage of Coal) કારણે પરેશાન છે, તો બીજી તરફ ઉદ્યોગોમાં વીજળીની માંગ સતત વધી (Electricity Demand Increase) રહી છે, પરંતુ વિશ્વભરમાં કોલસાના ભાવ (Coal Price) સતત વધી રહ્યા છે. આ વર્ષે યુરોપમાં (Europe) પ્રાકૃતિક ગેસના કિંમતો આસમાને પહોંચી છે, જ્યારે ચીને દેશમાં વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે વીજ કંપનીઓને પ્રોડક્શન વધારવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ ચીનમાં (China) વીજળીના ઉપયોગ પર પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે.
સમસ્યા અહીં જ સમાપ્ત થતી નથી. બ્રિટનમાં (Britain) પેટ્રોલિયમ પદાર્થોની અછતના કારણે લોકો પરેશાન છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે અહીંના 90 ટકા પેટ્રોલ પંપ (Petrol Pumps) ડ્રાય થઇ ચૂક્યા છે. તો ભારતમાં (India) પણ પ્રતિદિન પેટ્રોલ-ડિઝલના ભાવો વધારા (Petrol Diesel Price Hike) સાથે નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. તમને સવાલ થશે કે આખરે વિશ્વમાં અચાનક વિજળી (Electricity Shortage) અને તેલની અછત (Crude Oil Shortage) શા માટે થઇ ગઇ છે? ક્યાં દેશમાં હાલ શું સ્થિતિ છે? તેની પાછળ શું કારણો જવાબદાર છે? આવો જાણીએ વિસ્તારથી.
શા માટે વધી રહી છે કિંમતો?
હાલના થોડા વર્ષોમાં જ નેચરલ ગેસ (Narural Gas), ઓઇલ (Oil), કોલસો (Coal) અને અન્ય ઊર્જા સ્ત્રોતોના ભાવ વધારા નવા વિક્રમ બનાવી રહ્યા છે. દા.ત. યુરોપમાં કુદરતી ગેસની કિંમત વર્ષની શરૂઆતથી 400 ટકાથી વધી છે, જ્યારે વીજળીના ભાવમાં 250 ટકાથી વધુનો વધારો થયો છે. જ્યારે ચીનમાં સ્થિતિ કંટ્રોલની બહાર છે. ચીનનું ફેક્ટરી આઉટરપુટ 18 મહિનામાં પ્રથમ વખત ઘટ્યું છે. કોલસાના અપૂરતા પૂરવઠાના કારણે ચીને અનેક પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યુ છે.
ભારતમાં શું છે કોલસાની સ્થિતિ?
ભારતમાં પણ સ્થિતિ કંઈ ખાસ વખાણવાલાયક નથી. કારણ કે કોલસાની અછતના (India Coal Shortage) કારણે આવનાર સમયમાં વિજ સંકટ (Electricity Crisis in India) આકાર લઇ શકે છે. દેશના પાવર સેક્ટરમાં કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સની (Coal Based Power Plant) ભાગદારી 70 ટકા છે. રોઇટર્સના અહેવાલ અનુસાર, 29 સપ્ટેમ્બરે દેશના 135 કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સમાંથી 16માં કોલસાનો સ્ટોક ખતમ થઇ ચૂક્યો હતો. અડધાથી વધુ પ્લાન્ટમાં 3 દિવસથી ઓછો સ્ટોક રહ્યો હતો. જ્યારે 80 ટકા પ્લાન્ટ્સમાં એક સપ્તાહથી ઓછો સ્ટોક રહ્યો હતો. બીજી તરફ ભારતમાં ઘરેલુ પ્રાકૃતિક ગેસની કિંમત જે ગયા સપ્તાહે 60 ટકાથી વધુ હતી, તે પણ આંતરરાષ્ટ્રીય કિંમતો સાથે વધી છે.
શું છે ચીનની સ્થિતિ?
બેઇજીંગની કોલસાની ખાણોમાં હાલ સેફ્ટી ચેક ચાલી રહ્યું છે. જેથી અહીંની ખાણોનું આઉટપુટ ઘટી ગયું છે. કોલસાની અછતના કારણે ઉત્પાદન ઘટ્યું છે. તેનાથી બેઇજીંગની જે કંપનીઓમાં વીજળી વગર કામ શક્ય નથી, ત્યાં પણ વીજળીનું રાશનિંગ શરૂ કરાયું છે. અહીં ગત વર્ષની સરખામણીએ કોલસાની કિંમતોમાં 80 ટકા સુધીનો વધારો થયો છે. બેઇજીંગથી જ વીજળીના ભાવો નક્કી કરવામાં આવે છે. થર્મલ કોલસાની વધતી કિંમતોના કારણે અહીં વીજ સંકટ ઊભું થયું છે.
યૂરોપીયન દેશોની સ્થિતિ કેવી છે?
યૂરોપીયન દેશોમાં છેલ્લા અમુક સપ્તાહોમાં વીજળી બિલોમાં ભારે વધારો થયો છે. સ્પેનમાં તો 3 ગણો વધારો થયો છે. વીજ દરોમાં વધારાથી યૂરોપમાં આવતી ઠંડીઓની ઋતુ લોકો માટે કઠિન સાબિત થઇ શકે છે. કારણ કે ઠંડીઓની ઋતુમાં વીજળીની માંગ વધુ રહે છે. લોકો ઘરોને ગરમ રાખવા હિટરનો ઉપયોગ કરે છે, જેના કારણે વધુ વીજળીની જરૂરિયાત ઉદ્દભવે છે.
શું છે વિશ્વમાં આ ઊર્જા સંકટનું કારણ?
વિશ્લેષકોના મત મુજબ, વિશ્વ પર તોળાઈ રહેલા ઊર્જા સંકટ માટે ઘણા પરિબળો જવાબદાર છે. કેટલાક લોકો તેના માટે કોરોના બાદ માંગમાં થયેલા વધારાને જવાબદાર માને છે. કારણે કે મહામારી બાદ આવેલા વિક્ષેપને પહોંચી વળવામાં અને ઝડપી ઉત્પાદન નિષ્ફળ નીવડ્યું છે.
ઉદાહરણ તરીકે બ્રેક્ઝિટ અને મહામારીનાને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોના કારણે પંપ પર ફ્યુલ પહોંચાડતા ટ્રક ડ્રાઇવરોની અછતને કારણે યુકેમાં આ ફ્યુલ સંકટ આવ્યું હોવાનું પણ માનવામાં આવે છે. અન્ય કારણોમાં વિશ્લેષકો ભાવ વધારાને ગ્રીનફ્લેક્શન તરીકે જુએ છે, જે પરંપરાગ ઊર્જા સ્ત્રોતો પર સરકાર દ્વારા વધતા પ્રતિબંધોના કારણે થાય છે.
ચીને ગત વર્ષે 2030 સુધીમાં તેના ઉત્સર્જનમાં 65 ટકાનો જંગી ઘટાડો કરવાનો વાયદો કર્યો હતો અને કોલસાની ખાણો પર કડાકો બોલ્યો હતો. જ્યારે યુકે પહેલાથી જ તેની વીજળીની જરૂરિયાના એક ચતુર્થાંશ ઊર્જા માટે પવન ઊર્જા પર આધાર રાખે છે. માનવામાં આવે છે કે નવીનીકરણીય ઊર્જાને અપનાવવા તરફ આ આક્રમક દબાણ રોકાણકારોને પરંપરાગત ઊર્જા સ્ત્રોતોમાં ઓછું રોકાણ કરવા તરફ પ્રેરિત કરે છે, જેના પરીણામ સ્વરૂપે વધતી માંગને પહોંચી વળવા પૂરવઠો અપૂરતો રહે છે. રાયસ્ટાડ એનર્જી દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડાઓ અનુસાર, અમેરિકન અને યુરોપિયન આઇલ કંપનીઓ દ્વારા ઓઇલ અને ગેસ ક્ષેત્રના વિકાસમાં નવું રોકાણ 2015 અને 2021 વચ્ચે અડધાથી વધુ ઘટ્યું છે.
આગળ શું થશે?
ઊર્જા પુરવઠો થોડા સમય માટે મર્યાદિત જ રહી શકે છે, કારણ કે ઊંચા ભાવની સાપેક્ષમાં ઉત્પાદકોને ઉત્પાદનમાં વધારો કરવામાં સમય લાગી શકે છે. પરંતુ સમસ્યા ત્યારે વધુ ગંભીર બની શકે છે જ્યારે તીવ્ર ઠંડીના કારણે ઊર્જાની માંગમાં વધારો થશે. તેના કારણે ઊર્જાની અછત વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. કોલસાના ભાવમાં વધારો થતા ચીનના થર્મલ પ્લાન્ટ્સ બંધ થવા પાછળ વીજળી પરથી કિમતની મર્યાદાને મુખ્ય કારણ માનવામાં આવે છે. જ્યારે ભારતમાં લોકો દ્વારા ચૂકવવામાં આવતા વીજ બિલમાં ભાવ વધારો કરીને ઉત્પાદકોને ઉત્પાદન વધારવામાં પ્રોત્સાહન મળી શકે છે. બીજી તરફ પુનઃ પ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો ખાસ કરીને શિયાળા દરમિયાન વિશ્વસનીય સાબિત થતા ન હોવાથી દેશોને પરંપરાગત અશ્મિભૂત ઇંધણ પર આધારિત રહેવાની ફરજ પડી શકે છે અને સરકારે પણ તેની ઊર્જા નીતિઓ પર ફરી વિચાર કરવાની જરૂર ઉદ્દભવી શકે છે.