પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં ટોચના CEO સાથે વારાફરતી બેઠક કરી છે. બેઠક બાદ તમામ સીઈઓએ ભારતમાં રોકાણ કરવાની ઈચ્છા દર્શાવી હતી.
- પ્રધાનમંત્રી મોદી અમેરિકામાં પાંચ CEO ને મળ્યાં
- ક્વોલકોમ, એડોબ સહિત પાંચ કંપનીઓના CEO સાથે મુલાકાત
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.વોશિંગ્ટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે છે. વોશિંગ્ટન ડીસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્વોલકોમ, એડોબ સહિત પાંચ કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી હતી. આ સમયગાળા દરમિયાન ભારતમાં ટેકનોલોજી, ભાવિ રોકાણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
વોશિંગ્ટન ડીસીમાં પીએમ મોદીને મળ્યા બાદ જનરલ એટોમિક્સના સીઈઓ વિવેક લાલે કહ્યું હતું કે, “આ ખૂબ જ ઉત્તમ બેઠક હતી. અમે ભારતમાં આવી રહેલા ટેકનોલોજી અને નીતિગત સુધારાઓમાં વિશ્વાસ અને રોકાણની દૃષ્ટિએ ભારતમાં અપાર સંભાવનાઓ વિશે વાત કરી હતી.”
અમને ભારત સાથે ભાગીદારી કરવામાં ગર્વ છે
પીએમ મોદી સાથે મુલાકાત બાદ ક્વોલકોમના સીઈઓ ક્રિસ્ટિયાનોએ કહ્યું કે, ભારત સાથેની અમારી ભાગીદારી પર અમને ખૂબ ગર્વ છે. અમે ભારત સાથે મળીને જે કરી રહ્યા છીએ તેનાથી અમે ખુશ છીએ.
પ્રથમ સોલાર સીઈઓ અને પીએમ મોદી મળ્યા
પીએમ મોદીએ ફર્સ્ટ સોલારના સીઈઓ માર્ક વિડમાર સાથે ભારતની નવીનીકરણીય ઊર્જાના મુદ્દે ચર્ચા કરી હતી, જે દરમિયાન સીઈઓ માર્કે સૌર ઊર્જા અંગે કેટલીક યોજનાઓ પણ શેર કરી હતી.