છેલ્લા બોલે લખનૌ સુપર જાયન્ટસે મેચ જીતી, RCB 212, LSG 213 રન, પૂરને 19 બોલમાં 62 રન બનાવ્યા

લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક વિકેટથી હરાવી ટુર્નામેન્ટમાં ત્રીજી જીત નોંધાવી હતી. આ જીત સાથે આ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા લખનૌ સામે 213 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં લખનૌએ નવ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

IPL 2023ની 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે લખનૌ સુપરજાયન્ટ્સના નિકોલકર પૂરને તોફાની બેટિંગ કરીને સનસનાટી મચાવી દીધી હતી. નિકોલસ પૂરને આરસીબીના બોલરોની ધમાલ મચાવી હતી અને માત્ર 15 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી હતી. 16મી સિઝનમાં કોઈપણ બેટ્સમેન દ્વારા આ સૌથી ઝડપી ફિફ્ટી પણ છે. પુરણે 19 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 7 આસમાની છગ્ગા અને 4 શાનદાર સિક્સર પણ ફટકારી હતી.

કેપ્ટન કેએલ રાહુલ અને માર્ક સ્ટોઇનિસે ચોથી વિકેટ માટે 40 બોલમાં 76 રનની ભાગીદારી કરી હતી. જોકે બંને ક્રિઝ પર વધુ સમય વિતાવી શક્યા ન હતા. 11મી ઓવરમાં કર્ણ શર્માએ સ્ટોઈનિસને અને 12મી ઓવરમાં મોહમ્મદ સિરાજે કેએલ રાહુલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રાહુલ 20 બોલમાં માત્ર 18 રન બનાવીને આઉટ થયો હતો. 6ઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા વિકેટ કીપર બેટ્સમેન નિકોલસ પૂરને ટીમને જીતની આશા આપી હતી. પુરણે માત્ર બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 63 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 326.32 હતો. પૂરન અને આયુષ બદોનીએ મળીને છઠ્ઠી વિકેટ માટે 84 રન જોડ્યા હતા. જોકે સિરાજે પુરનની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. છેલ્લા બોલ પર સિંગલની જરૂર હતી અને તે બાય દ્વારા આવ્યો.

આ પછી 19મી ઓવરમાં સારી બેટિંગ કરી રહેલા આયુષ બદોનીએ હેડ વિકેટ દ્વારા પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. બદોની 24 બોલમાં 30 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી માર્ક વૂડ (1) અને જયદેવ ઉનડકટ (9)એ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ બે વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌએ નવ વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા અને મેચ જીતી લીધી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કેપ્ટન ફાફ ડુપ્લેસિસ (46 બોલમાં અણનમ 79 રન), વિરાટ કોહલી (44 બોલમાં 61 રન) અને ગ્લેન મેક્સવેલ (29 બોલમાં 59 રન)ની આક્રમક અડધી સદીના આધારે બે વિકેટે 212 રન બનાવ્યા હતા. ડુપ્લેસીસ અને વિરાટ કોહલીએ પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. ધીમી શરૂઆત બાદ કોહલીએ બીજી ઓવરમાં અવેશ ખાનને સિક્સર અને ફોર ફટકારીને રનરેટ વધાર્યો હતો. અવેશની આગામી ઓવરમાં કોહલીએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલી 12મી ઓવરમાં અમિત મિશ્રાની બોલ પર માર્કસ સ્ટોઈનિસને સ્કવેર લેગ પર કેચ આપીને પાછો ફર્યો.