કેનેડા પોલીસે 17 કરોડની કિંમતના 556 વાહનો રિકવર કર્યા

કેનેડામાં પોલીસે કાર ચોરવાના આરોપમાં 47 પંજાબીઓ સહિત 119 લોકોની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી 556 ચોરાયેલી કાર કબજે કરી છે. આ કારોની કિંમત 17 કરોડ રૂપિયા છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

ટોરોન્ટોના પોલીસ અધિક્ષક રોબ ટેવર્નરે જણાવ્યું કે 119 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેમની કડક પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેઓ નિર્જન જગ્યાએ પાર્ક કરેલી કારને નિશાન બનાવતા હતા.

સીસીટીવી કેમેરાની મદદથી ઝડપાયા આરોપીઓ
તેમણે કહ્યું કે આ લોકોને સીસીટીવી કેમેરાની મદદથી શોધી કાઢવામાં આવ્યા છે. નવેમ્બર 2022માં આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 2019 પછી વાહન ચોરીના મામલાઓમાં સતત વધારો થયો છે. ત્યારથી શરૂ થયેલી તપાસમાં 119 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ ચાલુ છે.

પોલીસ ધરપકડ કરાયેલા યુવકોના રેકોર્ડની થશે તપાસ

કેનેડિયન પોલીસ દ્વારા કાર ચોરીના કેસમાં નામ આપવામાં આવેલા તમામ પંજાબીઓના ભૂતકાળના રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે. આ યુવકો કોના કોના સંપર્કમાં હતા અને ક્યારથી તેઓ ચોરીના બનાવોને અંજામ આપતા હતા તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.