આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગતરોજ આત્મ સમર્પણ કર્યા બાદ પોલીસ દ્વારા આજે તેઓને રાજપીપળાથી ડેડીયાપાડા કોર્ટમાં લઈ જવાયા હતા જયાં રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.વન વિભાગના કર્મચારી પર હુમલો, ધાક ધમકી અને હવામાં ફાયરિંગના આરોપી ધારાસભ્ય ચૈતર વસાવાના 18 તારીખે બપોરે 12 વાગ્યા સુધીના રિમાંડ મંજૂર કરાયા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપીપળા LCB દ્વારા ચૈતર વાસાવાની પૂછપરછ થઈ હતી.
દરમિયાન પોલીસે ચૈતર વસાવાને ડેડીયાપાડા કોર્ટમાં હાજર કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરતા
કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના MLA ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ બાદ તેઓ એક મહિનો અને નવ દિવસથી ફરાર હતા જેઓ ગતરોજ પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ ગયા હતા અને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.