પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે અને તેઓ સુરતમાં બનેલા વિશ્વના સૌથી મોટી કોર્પોરેટ હબ ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરશે સાથેજ સુરત એરપોર્ટ પર એક નવા એકીકૃત ટર્મિનલ ભવનનું પણ ઉદ્ધાટન કરશે.
મોદીજીના હાથે આજે ઓપનિંગ થતાંજ સુરતમાં 3400 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ડાયમંડ બુર્સ કાચા અને પોલીશડ હીરાના કારોબારનું એક વૈશ્વિક કેન્દ્ર બની સમગ્ર વિશ્વના મીડિયામાં છવાઈ જશે.
આપને જણાવી દઈએ કે સુરત ડાયમંડ એક્સચેન્જ આંતરરાષ્ટ્રીય હીરા તેમજ દાગીનાના કારોબાર માટેનું વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર હશે.
સુરતના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરથી લખાઈ જશે અહીં આજે વડાપ્રધાનના હસ્તે એક સાથે બે મોટી ભેટ મળવા જઈ રહી છે,એકતો ડાયમંડ બુર્સ અને બીજું સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો.
નોંધનીય છે કે કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજજો આપવાના પ્રસ્તાવને મંજૂરી મળી ચુકી છે.
અહીં સુરતથી હોંગકોંગ અને દુબઈની ફ્લાઈટ શરૂ થતા સુરતના ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગકારોને સૌથી મોટો લાભ એ મળશે કે દુનિયાભરના વેપારીઓ મુંબઈ કે દિલ્લીના બદલે હવે સીધા સુરત લેન્ડ થઈ શકશે.
બીજુ કે એરપોર્ટ કનેક્ટિવિટીથી ત્રીજો ફાયદો ટેક્સટાઈલ ઉદ્યોગને પણ થશે અને તેને પણ વૈશ્વિક ઓળખ મળશે.
આમ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુરત માટે ગેમ ચેન્જર સાબિત થશે.
મહત્વનું છે કે ડાયમંડ નગરી હવે હીરા ઉદ્યોગમાં હરણફાળ ભરશે કેમકે આખા વિશ્વમાં જે હીરાનું વેચાણ થાય છે, તેમાંથી 70 ટકાથી વધુ હીરાનું પોલિશિંગ તો સુરતમાં જ થાય છે,પરિણામે હીરા ઉદ્યોગમાં સુરતને રત્ન કલાકારોની હીરાનગરી કહેવાય છે અહીં વર્ષોથી હીરા માટે સુરત જાણીતું છે ત્યારે હવેતો ડાયમંડ બુર્સ અને ઈન્ટરનેશનલ એરપોર્ટ ઘર આંગણે થઈ જતા સુરત હવે રફ અને પોલિશ્ડ ડાયમંડ ટ્રેડિંગનું ગ્લોબલ સેન્ટર બની જશે.
ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બની રહેશે અને હીરાનું ખરીદ વેચાણ કરનારાઓ માટે વૈશ્વિક પ્લેટફોર્મ બની રહેવાનું છે. અહીં રફ હીરા, કટ અને પોલિશ્ડ હીરા, ડાયમંડ જ્વેલરી તેમજ ગોલ્ડ-સિલ્વર, પ્લેટિનમની જ્વેલરીનું પણ ખરીદ-વેચાણ થનાર છે,પરિણામે દુનિયાભરમાં વેપાર વધશે અને દોઢ લાખ લોકોને રોજગારી મળશે.
સુરત શહેર હવે કહી શકાય કે સમગ્ર દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બની રહેવાનું છે જે આવનારી પેઢી માટે પણ સુચારુ ભવિષ્ય અને આર્શીવાદ રૂપ બની રહેશે.