ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે.
પ્રથમ મેચ આજે જોહાનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. તાજેતરમાં રમાયેલી ત્રણ મેચની T20 શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. કેએલ રાહુલ વનડેમાં કેપ્ટન છે. એઇડન માર્કરામ સાઉથ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વનડેનો પ્રારંભ થયો છે જ્યાં ટીમ ઇન્ડિયા ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે.
અહીં વનડે દરમિયાન સૌ પ્રથમ ન્યૂ સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ શરૂ થયેલી મેચ દરમ્યાન સાઉથ આફ્રિકાએ 58 રનમાં સાત વિકેટ ગુમાવી લીધી છે.
આવેશ ખાને એડન માર્કરામ અને વેઈન મુલ્ડરને આઉટ કરીને 2 બોલમાં 2 વિકેટ ઝડપી હતી.
કેપ્ટન એડન માર્કરામ બોલ્ડ થયો, માર્કરામ માત્ર 12 રન બનાવી શક્યો. મુલ્ડર ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકાને 4 ઝટકા આપ્યા, પ્રથમ ચાર વિકેટ અર્શદીપના નામે રહી છે.
ઇનિંગ્સની બીજી ઓવરમાં અર્શદીપે રીઝા હેન્ડ્રિક્સને બોલ્ડ કર્યો હતો, હેન્ડ્રીક્સ 8 બોલ રમ્યા બાદ પણ પોતાનું ખાતું ખોલી શક્યો નહોતો. ત્યારપછી પાંચમા બોલ પર જ તેણે રાસી વાન ડેર ડુસેનને એલબીડબલ્યુ કરી દીધો. બંને બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
અર્શદીપે પણ 8મી ઓવરમાં ટોની ડી જ્યોર્જીને આઉટ કર્યો હતો. ટોની માત્ર 28 રન બનાવી શક્યો હતો. તેણે 10મી ઓવરના છેલ્લા બોલ પર હેનરિક ક્લાસેનને પણ બોલ્ડ કર્યો હતો. ક્લાસન માત્ર 6 રન બનાવી શક્યો હતો. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ 10 ઓવરમાં 52 રન બનાવ્યા પરંતુ તેની 4 વિકેટ પણ ગુમાવી દીધી હતી.