વિશ્વભરમાં શ્રી રાવતના નિધન અંગે શોકની લાગણી પ્રસરી છે. તેમના નિધન અંગે સંવેદના વ્યક્ત કરતાં અમેરિકાના સચિવ એન્ટોની બ્લીનકને કહ્યું કે, તેઓ જનરલ રાવતને અસાધારણ નેતા તરીકે યાદ રાખશે. જેમણે ભારત – અમેરિકા સંરક્ષણ સંબંધોમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રધાન પીટર દટ્ટને શ્રદ્ધાંજલિ વ્યકત કરતાં કહ્યું હતું કે હું રાવત પરિવાર અને તમિલનાડુમાં દુ:ખદ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા કર્મચારીઓના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. તેઓ એક શ્રેષ્ઠ વ્યક્તિ હતા અને ઓસ્ટ્રેલિયાના એક સારા મિત્ર હતા.

શ્રીલંકાના પ્રધાનમંત્રી લોટે શેરિંગ, માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોબેહ, ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી બેની ગેન્ટઝે જનરલ રાવતના નિધન અંગે શોક લાગણી વ્યક્ત કરી છે.

તાઈવાન વિદેશ મંત્રાલય, રશિયા અને જાપાન, બ્રિટન, પોલેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ચીન તથા જર્મનીના રાજદૂતે તેમના નિધન અંગે ઊંડી સંવેદના સાથે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.