આજકાલ પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબજ વધી ગયો અને આવું પ્લાસ્ટિક લોકો જ્યાં હોય ત્યાં ફેંકી દેતા હોય છે જેનો નિકાલ કરવો તંત્રને પરસેવો વળી જતો હોય છે પણ હવે તેનો ઉકેલ તંત્ર વાહકોએ શોધી કાઢ્યો છે તેનું ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું.
અમદાવાદમાં રમાયેલ વર્લ્ડ કપ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળવા આવેલ લોકોએ ફેંકેલા પ્લાસ્ટિકનો કેવી રિતે નિકાલ કરવો તેની મુંઝવણ ઉભી થઇ પણ તરતજ મહાનગરપાલિકાને જે આઈડિયા આવ્યો તે જબરદસ્ત રહ્યો અને કોકાકોલા કંપની સાથે મળીને AMCએ આ વેસ્ટ પ્લાસ્ટિકના બાંકડા તૈયાર કરી દીધા જે બાંકડા હવે જાહેર સ્થળે લોકોને બેસવા કામ લાગશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળવા આવેલ લોકોએ ફેંકેલા પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને આ બાંકડા બનાવવામાં આવ્યા છે.
સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવેલા ક્રિકેટ રસીયાઓએ 500 કિલો જેટલા પ્લાસ્ટિકના કપ અને પ્લાસ્ટિકની બોટલ ફેંકી દેતા કચરો એકત્ર થયો હતો અને આજ કચરો મનપાએ વેસ્ટ માંથી બેસ્ટ બનાવી દીધો હતો આ પ્લાસ્ટિક વેસ્ટ માંથી બાંકડા અને ચાર પ્લાસ્ટિકની બોટલમાંથી એક જેકેટનું સેમ્પલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જે રાત્રી દરમિયાન કામ કરતા શ્રમિકોને અપાશે. જેની મદદથી વાહનચાલકો સરળતાથી આ શ્રમિકોને જોઈ શકે છે. અમદાવાદ મનપાનો આ આઈડિયા સફળ રહેતા હવે પીરાણા ખાતે પ્લાસ્ટિકના અલગીકરણ કર્યા બાદ નીકળતા પ્લાસ્ટિકમાંથી વધુ બાંકડા તૈયાર કરવા નિર્ણય કર્યો છે જેના માટે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લેવામાં આવનાર છે.

મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલ વર્લ્ડકપની મેચ દરમિયાન આવેલા પ્રેક્ષકોએ ફેંકેલ પ્લાસ્ટીકની બોટલ અને પ્લાસ્ટિકના ગ્લાસમાંથી અમદાવાદ મનપાએ 50 કિલો પ્લાસ્ટિકમાંથી એક એવા દસ બાંકડા કોકાકોલા નામની કંપનીના સહયોગથી તૈયાર કર્યા છે, જેનો ઉપયોગ અમદાવાદ શહેરના બગીચા અને જાહેર સ્થળોએ કરવામાં આવશે.
આમ,વેસ્ટ માંથી બેસ્ટ બનાવી મનપાએ ખુબજ સરસ કામગીરી કરતા તેની લોકો નોંધ લઈ રહયા છે.