એલિસા હીલીના 142 રન: 331ના વિશાળ ટાર્ગેટને 49 ઓવરમાં ચેઝ કરી કાંગારૂ ટીમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, સ્મૃતિ મંધાના (80) અને પ્રતિકા રાવલ (75)ની અડધી સદી

વિશાખાપટ્ટનમ: આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની મેચ નંબર-13માં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ભારતને 3 વિકેટે કારમી હાર આપી છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલા આ મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા સ્મૃતિ મંધાના (80) અને પ્રતિકા રાવલ (75)ની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 331 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. જોકે, ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંકને 49 ઓવરમાં જ હાંસલ કરીને વન-ડે ઇતિહાસનો સૌથી મોટો સફળ ચેઝ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
ઓસ્ટ્રેલિયાની રેકોર્ડબ્રેક ઇનિંગ્સ: 331 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટન અને વિકેટકીપર એલિસા હીલીએ તોફાની ઇનિંગ્સ રમી. તેમણે માત્ર 107 બોલમાં 142 રન ફટકારીને ઓસ્ટ્રેલિયાને મજબૂત શરૂઆત અપાવી. જ્યારે હીલી આઉટ થઈ ત્યારે સ્કોર 265/4 હતો. અંતમાં, એલિસ પેરીના અણનમ 47 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ આ મેચ 3 વિકેટે જીતી લીધી.
ઓસ્ટ્રેલિયાનો વિકેટ પતન: 85-1 (ફોબી લિચફિલ્ડ, 11.2), 168-2 (બેથ મૂની, 26.2), 170-3 (એનાબેલ સધરલેન્ડ, 265-4 (એલિસા હીલી, 38.5), 279-5 (તાહલિયા મેકગ્રા, 40.4), 299-6 (એશ્લે ગાર્ડનર, 43.6), 303-7 (સોફી મોલિનક્સ, 45.1).
ભારતીય બેટિંગ હાઇલાઇટ્સ: ભારતની ઓપનિંગ જોડી પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ શાનદાર શરૂઆત કરી. મંધાનાએ 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા, જે આ વર્લ્ડ કપમાં તેની પ્રથમ ફિફ્ટી હતી. પ્રતિકા રાવલે પણ 75 રનનું યોગદાન આપ્યું. જોકે, મધ્ય ઓવરોમાં વિકેટ પડવાનો સિલસિલો શરૂ થયો અને ટીમ નિર્ધારિત 49 ઓવર અને 5 બોલમાં 330 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ.
આ હાર સાથે ભારતીય ટીમે વર્લ્ડ કપમાં તેમની બીજી હારનો સામનો કરવો પડ્યો છે.