પાંચ દિવસની તપાસ બાદ UBER ડ્રાઇવરની ધરપકડ, પેરામટ્ટા કોર્ટ દ્વારા જામીન આપવાનો ઇનકાર

એક UBER ડ્રાઇવર પર આ મહિનાની શરૂઆતમાં સિડનીના ઇનર વેસ્ટ (Sydney Inner West) વિસ્તારમાં મહિલાએ બળાત્કારનો આરોપ (rape allegation) મૂક્યો છે. 48 વર્ષીય વ્યક્તિ એશફિલ્ડમાં કામ કરતો હતો જ્યારે તેણે રવિવાર, 5 મેના રોજ સવારે લગભગ 7.30 વાગ્યે તેના ડ્રાઇવશેર વાહનની અંદર મહિલા પર કથિત રીતે જાતીય હુમલો કર્યો હતો.
પાંચ દિવસની તપાસમાં શુક્રવારે, 10 મેના રોજ સવારે લગભગ 7 વાગ્યે મેકક્રોસિન એવે પરના બિરોંગના ઘરમાંથી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. તેના પર સંમતિ વિના જાતીય સતામણી અને સંમતિ વિના અન્ય વ્યક્તિને સ્પર્શ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો તેમ NSW પોલીસે જણાવ્યું હતું.
ડેઇલી ટેલિગ્રાફ અનુસાર, કોર્ટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે 48-વર્ષીય વ્યક્તિએ નજીકના પાર્કમાં જતા પહેલા મહિલાને સંમતિ વિના સ્પર્શ કર્યો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ તેણે કથિત રીતે પીડિતને નજીકના ઉપનગરમાં છોડી દીધી હતી. જ્યાં મહિલાએ તરત જ ઘટનાની જાણ કરી હતી અને હોસ્પિટલ પહોંચી હતી.
કથિત અપરાધીને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને શનિવારે પરરમાટ્ટા સ્થાનિક કોર્ટમાં હાજર થયો હતો. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે અને આગામી 10 જુલાઈના રોજ બુરવુડ લોકલ કોર્ટમાં હાજર કકરવામાં આવશે.
આ તરફ ઉબરના પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે હાલ પગલાં લેતા તેની ડ્રાઇવર પાર્ટનરની એપની ઍક્સેસ કાયમ માટે દૂર કરવામાં આવી છે. તમામ સંભવિત ડ્રાઇવર-પાર્ટનર્સ Uber ઍપનો ઍક્સેસ મેળવતા પહેલાં ઑસ્ટ્રેલિયન કાયદા અનુસાર સંપૂર્ણ તપાસ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને ત્યાર બાદ જ તેમને એક્સેસ આપવામાં આવે છે. ઉબરે કહ્યું કે તેણે “સેફ્ટી ટૂલકિટ, ઈમરજન્સી સહાયતા બટન અને શેર માય ટ્રિપ ફીચર” સહિત તેની સુરક્ષા સુવિધાઓને અપડેટ કરવાનું ચાલુ રાખ્યું છે. જેથી મુસાફરની સેફટીને સુનિશ્ચિત કરી શકાય.