સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામ મંદિર મામલે ભારે ઉત્સુકતા છે આપણા દેશમાં રામાયણ કાળની અયોધ્યા નગરીનો ભવિકોમાં ભારે પ્રભાવ છે અને આસ્થા છે ત્યારે RSS-BJP-VHP દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે જોરદાર તૈયારીઓ કરી છે.
દરેક રાજ્યમાં દરેક જિલ્લાથી માંડીને મંડલ અને બૂથ સ્તર સુધી કાર્યક્રમોનું આયોજન કરીને શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવાનો તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જે રીતે ભાજપે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું વચન આપ્યું હતું તે પાળી બતાવ્યું છે જેમાં ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં શ્રીરામ મંદિરના નિર્માણને પોતાનો મુખ્ય ચૂંટણી એજન્ડા બનાવશે.
2024ના જંગમાં વિપક્ષનો સામનો ‘રામ’ના મુદ્દા સાથે થશે.
એક સર્વેમાં સામે આવ્યું છે કે પ્રભુ શ્રીરામ મંદિરનો મુદ્દો પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોમાં ભારે પ્રભાવ છે.
મોટી સંખ્યામાં પ્રથમવાર વોટિંગ કરનાર યુવા મતદારો ભાજપને મત આપે તેવી શક્યતા છે.
2024ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોની સંખ્યા લગભગ આઠ કરોડ હતી, આ વખતે આ આંકડો આશ્ચર્યજનક રીતે 15 કરોડની આસપાસ હોઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામ મંદિર, હિંદુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દાનો દરેક લોકસભા મતવિસ્તારમાં ફેલાયેલા આ વિશાળ મતદાર સમૂહ પર ભારે પ્રભાવ છે અને તેમાંથી એક મોટો સમૂહ ભાજપને મત આપી શકે છે.
જો આમ થશે તો મોદી કેન્દ્રમાં હેટ્રિક ફટકારશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
મહત્વનું છે કે જાતિ ગણતરી અને ઓબીસી અનામત વિપક્ષનું સૌથી મોટું ચૂંટણી હથિયાર બની શકે છે,જેની સામે વિપક્ષ આ આ હથિયારને બેઅસર કરવા માટે ભાજપે પહેલેથી જ પ્લાન તૈયાર કરી લીધો છે.
ભાજપ દરેક રાજ્યની સરકાર અને પાર્ટી સંગઠનમાં દરેક વર્ગના લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરી રહ્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તાજેતરમાં રચાયેલી સરકારોમાં ઓબીસી, દલિત, આદિવાસીઓ અને બ્રાહ્મણોને યોગ્ય ભાગીદારી આપીને સમાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
અયોધ્યાના શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને ભગવાન વાલ્મીકિ રાખવામાં આવ્યું છે. આ અચાનક નિર્ણય નથી.
આની મદદથી ભાજપ દલિત-મહાદલિત અને આદિવાસી જૂથોને મજબૂત રીતે પોતાની સાથે જોડવા માંગે છે.
ચૂંટણી રાજ્યોમાં ભાજપને જે રીતે આ જૂથોના મતદારોનું સમર્થન મળ્યું છે, તેનાથી માની શકાય છે કે તેનો ફાયદો લોકસભાની ચૂંટણીમાં પણ મળી શકે છે.
2022ના અંતમાં ભાજપને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને 2023ની મધ્યમાં કર્ણાટકમાં હારનો સામનો કરવો પડ્યો હતો,પરંતુ 2023 ના અંત સુધીમાં, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી જીતીને ભાજપે 2024 માટે પોતાનો દાવો મજબૂત કરી દીધો છે.
ભાજપે પાર્ટી સંગઠનથી લઈને સરકાર સુધીના મોટા ચહેરાઓને સાઈડલાઈન કરીને યુવાનો પર પોતાનો દાવ લગાવ્યો છે.
આનાથી શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે સિંધિયા અને બીએસ યેદિયુરપ્પા જેવા નેતાઓની ભૂમિકા નબળી પડી છે.
જો આ નેતાઓ સંપૂર્ણ સમર્થન નહીં આપે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપને થોડું નુકસાન વેઠવું પડી શકે છે બીજું કે મોંઘવારી અને બેરોજગારીના મોરચે સરકારની મુશ્કેલીઓ હજુ પણ ઓછી થઈ નથી. પરીણામે વિપક્ષ આ મુદ્દાઓ ચૂંટણી જંગમાં ભાજપ સામે અજમાવે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.