ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પોતાના ખાસ દોસ્ત ગણાતા ચીન ખાતે પહોંચી ગયા છે.
ભારત સાથેના રાજદ્વારી વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ બુધવારે (10 જાન્યુઆરી) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.
મુઇઝુ અને તેમના પત્ની સાજીદા મોહમ્મદનું બેઇજિંગમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રપતિ શી જીપનિંગ અને તેમના પત્ની પેંગ લિયુઆને તેમના સન્માનમાં રાજ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું હતું.

જ્યાં બંને દેશોએ પ્રવાસન સહયોગ સહિત 20 મહત્વના કરારો પર હસ્તાક્ષર પણ કર્યા છે.
આ ઉપરાંત, બંને દેશોએ તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે.
ચીને પણ માલદીવને ગ્રાન્ટ સહાય આપવા સંમતિ આપી છે,
ઉલ્લેખનીય છે કે મુઇજ્જુને ચીન તરફી નેતા માનવામાં આવે છે, મુઈઝુનું વર્તન હંમેશા ભારત વિરોધી રહ્યું છે. પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન મુઈઝુએ ‘ઈન્ડિયા આઉટ’નો નારો આપ્યો હતો.

મુઈઝુએ આ બધું ચીનના ઈશારે કર્યું છે, તેથી તેને ચીનની કઠપૂતળી પણ કહેવામાં આવે છે.

જોકે, માલદીવ પહેલો મુસ્લિમ દેશ નથી, જે ચીનના નિર્દેશોનું પાલન કરી રહ્યું છે, ચીન ઘણા મુસ્લિમ દેશોને ભારત વિરુદ્ધ ઉભા કરી રહ્યું છે.
માલદીવ પહેલા પાકિસ્તાન અને મલેશિયા જેવા દેશો પણ ચીનના ઈશારે કામ કરે છે.
ભારતનો વૈશ્વિક સ્તરે વધતા જતા પ્રભાવને લઈ ચીને હવે મુસ્લિમ દેશોને પોતાના પક્ષમાં લઈ વ્યૂહરચના અપનાવી છે.
ચીન વિશ્વભરના મુસ્લિમ દેશો માટે હિતચિંતક હોવાની છાપ ઉભી કરવા માંગે છે.

જોકે, ચીનમાં મુસ્લિમો સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે તે આખું જગત જાણે છે.
ચીનમાં ઉઇગર મુસ્લિમો પર અત્યાચાર ગુજારવામાં આવે છે,મુસ્લિમ મહિલાઓ સાથે બળજબરીથી કરવામાં આવે છે અને કેટલાય ધાર્મિક સ્થાનો તોડી પડાયા છે.
યુનાઈટેડ નેશન્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ચીનમાં ઉઈગર મુસ્લિમો પર કેટલો અત્યાચાર થાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન પર માનવાધિકારોનું ‘ગંભીર ઉલ્લંઘન’ થયું છે.
જો કે ચીન આ આરોપોને ફગાવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના જુલાઈ 2023ના રિપોર્ટ અનુસાર, ચીનના શિનજિયાંગ પ્રાંતમાં ઉઇગુર મુસ્લિમો પર ખરાબ રીતે અત્યાચાર કરવામાં આવે છે.
ત્યાં ઉઇગુર મુસ્લિમોને મનસ્વી રીતે અટકાયતમાં લેવામાં આવે છે અને બળજબરીથી મજૂરી કરાવવામાં આવે છે.

બીજી તરફ ચીન મુસ્લિમ દેશોને સહાય કરી પોતાની તરફ ખેંચી રહ્યું છે.
તેનો એક દાખલો સમજવા જેવો છે અને વર્ષ 2019માં મલેશિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું કે ભારતે કાશ્મીર પર ગેરકાયદેસર રીતે બળજબરીથી કબજો જમાવ્યો છે.
જેની સામે ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી અને ભારતે ઘણા કડક પગલાં લીધા હતા, જેના કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે ઘણી સમસ્યાઓ શરૂ થઈ હતી.
તેજ રીતે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની કોઈપણ પ્રવૃત્તિમાં ચીનનો હાથ હોય છે. પાકિસ્તાનમાં ડ્રેગનના ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

આ સાથે જ પાકિસ્તાન ખૂબ જ દેવામાં ડૂબી ગયું છે જેના કારણે પાકિસ્તાન ચીનની સૂચનાઓનું પાલન કરે છે.
રિપોર્ટ અનુસાર ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના નામે ચીને પાકિસ્તાન પર 62 અબજ ડોલરના દેવાનો બોજ હેઠળ લાવી દીધું છે.
આમ,મુસ્લિમ દેશોને સહાયના નામે ભારત વિરોધી વાતાવરણ ઉભું કરવા ચીને કૂટનીતિ શરૂ કરી છે.