ભારતમાં સોનુ આપણા સામાજીક પ્રસંગો અને રીત રિવાજો સાથે વણાયેલું છે અને એક સમય એવો હતો કે ભારતમાં સોનાનો ભાવ સામાન્ય હતો તેથી વીતેલા અનેક વર્ષો સુધી ભાવ વધતા ન હતા અને દીકરીના લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગમાં બ્રાહ્મણ ને સોનુ દાન કરવામાં આવતું હતુ અને ગામડામાં દરેક ઘરમાં શક્તિ મુજબ સોનુ રહેતું હતું પણ આજે સ્થિતિ બદલાઈ છે અને લગ્ન પ્રસંગે કે ધાર્મિક પ્રસંગે સોનુ ખરીદવું ખુબજ મુશ્કેલ બન્યું છે અને લગ્નમાં હોય કે ન હોય તો પણ રિવાજ મુજબ સોનાના દાગીના કરાવવા જમીનો વેચવી પડે તેવી સ્થિતિ છે કારણકે હાલમાં સોનાનો ભાવ 71 હજાર પાર પહોંચી ગયો છે
વિદેશી બજારમાં પણ સોનું રેકોર્ડ સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. ત્યારે પ્રશ્ન થાય કે સોનાના ભાવ આસમાને કેમ પહોંચી ગય છે?
જોકે, ઘણા બધા કારણ પૈકી એક કારણ ચીન પણ છે.
જે રીતે ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો તેમના રિઝર્વમાં સોનાનો સ્ટોક વધારી રહી છે. તેમાં આરબીઆઈ અને સેન્ટ્રલ બેંક ઓફ ચાઈના પણ સામેલ છે ત્યારે
ચીન ભારતમાંથી મોટા પાયે સોનાની ખરીદી કરી રહયુ છે.
હજુ ચીનની સેન્ટ્રલ બેંકે ફેબ્રુઆરીમાંજ 12 ટન સોનું ખરીદ્યું જે માર્ચમાં પણ ખરીદી ચાલુ રાખતા ભાવો વધ્યા છે. પીપલ્સ બેંક ઓફ ચાઈના સતત 17 મહિનાથી સોનાની ખરીદી કરી રહી હોય સોનાની કિંમતમાં એકાએક વધારો થવાનું આ પણ એક મોટું કારણ મનાય છે
ચીનની બેન્કે છેલ્લા 16 મહિનામાં PVCએ 225 મેટ્રીક ટન સોનુ ખરીદ્યુ છે જે વિશ્વની તમામ સેન્ટ્રલ બેન્કો ધ્વારા ખરીદેલ 1/4 ભાગનું છે.
ચીનની બેન્કમાં હાલ 2257 ટન સોનું છે,ચીને આ સોનું વેપાર માટે અમેરિકી ડોલર પર પોતાની નીર્ભરતા ઓછી કરવા તેમજ અમેરિકાના ત્રણ દશકથી વધુ સમયના આર્થીક પ્રભુત્વને પડકાર આપવા મોટા પાયે સોનું ખરીદી રહ્યું છે.
નિષ્ણાતોના મતે ડૉલરની ઘટતી ખરીદશક્તિ સામે રક્ષણ મેળવવા સોનું શ્રેષ્ઠ વિકલ્પ છે.
મહત્વનું છે કે ચલણ અને અર્થવ્યવસ્થા જોખમમાં હોય ત્યારે કેન્દ્રીય બેંકો મોટા પાયે સોનું ખરીદે છે. અમેરિકા, ચીન અને યુરોપના ઘણા દેશોમાં મંદીની શક્યતા છે ત્યારે આ વિકલ્પ ઉપયોગી થઈ પડે છે.
જોકે,ચીન આર્થિક મોરચે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.
વિશ્વમાં સોનાના ભંડારની દુનિયામાં અમેરિકાનું સ્થાન પ્રથમ છે.
હાલમાં અમેરિકા પાસે 8,133 ટન સોનું છે.
ત્યારબાદ જર્મની, ઈટાલી, ફ્રાન્સ, રશિયા, ચીન, સ્વિત્ઝર્લેન્ડ અને ભારતનો નંબર આવે છે. આરબીઆઈ દ્વારા આ વર્ષે અંદાજે 13 ટન સોનું ખરીદવામાં આવ્યું છે જે સાથે કુલ 817 ટન ગોલ્ડ રિઝર્વ છે.
આમ,વિદેશી બજારમાં સોનું રેકોર્ડ સ્તરે ટ્રેડ કરી રહ્યું હોય ભાવો આસમાને પહોંચ્યા છે જે હવે પ્રાચીન સમયથી ગામડાઓમાં પ્રસંગોપાત શુકન માટે ખરીદવામાં આવતું સોનુ ખરીદવું અશક્ય બનતા એક ગ્રામ,બે ગ્રામ વાળા સસ્તા દાગીના તેમજ બગસરાનું ચલણ વઘ્યું છે.