વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને ભારતમાં માલદીવ અને લક્ષદ્વીપ વચ્ચેની સરખામણી શરૂ થઈ ગઈ.
વાસ્તવમાં પીએમ મોદીએ દેશવાસીઓને લક્ષદ્વીપ જવાની અપીલ પણ કરી હતી. આ સરખામણી એટલી વધી ગઈ કે માલદીવની સરકાર પણ ચિંતિત થઈ ગઈ.
હવે આ મામલે માલદીવના એક મંત્રી દ્વારા કરવામાં આવેલી પોસ્ટને લઈને વિવાદ ઉભો થયો છે.

માલદીવના નેતા ઝાહિદ રમીઝે સોશિયલ મીડિયા પર PM મોદી દ્વારા લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવાની વાત ઉપર લખ્યું, બેશક એક સારું પગલું છે, પરંતુ અમારી સાથે સ્પર્ધા કરવી એ માત્ર એક ભ્રમ છે.તેઓ અમારા જેવી સેવા કેવી રીતે આપશે?

માલદીવના મંત્રી અબ્દુલ્લા મોહજુમ મજીદે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘માલદીવના પ્રવાસનને લક્ષ્ય બનાવવા માટે હું ભારતીય પ્રવાસનને શુભેચ્છા પાઠવું છું, પરંતુ ભારતે અમારી સાથે પર્યટન ક્ષેત્રે સખત સ્પર્ધાનો સામનો કરવો પડશે.
અમારું રિસોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમના સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં વધુ છે.
આ પોસ્ટમાં પીએમ મોદીને પણ ટેગ કરવામાં આવ્યા હતા
આ વાતને લઈ હવે વિવાદ ઉભો થયો છે અને બન્ને દેશના યુઝર્સ એકબીજા સાથે કૉમેન્ટનો મારો શરૂ થયો છે.

નોંધનીય છે કે, ભારત અને માલદીવ નજીકના સાથી મનાતા હતા અને બન્ને વચ્ચે મૈત્રીપૂર્ણ માહોલ હતો પરંતુ નવેમ્બર 2023માં માલદીવમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મોહમ્મદ મુઈઝુએ જીત થયા બાદ ભારત સાથે સંબંધો સારા નથી કારણકે મુઇજ્જુ ચીનની નજીક માનવામાં આવે છે.
આ જ કારણ છે કે મુઈઝુએ વિજય બાદ તરત જ માલદીવમાં તૈનાત ભારતીય સેનાને પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
મુઈઝુએ માલદીવની ઈન્ડિયા ફર્સ્ટ નીતિમાં પણ ફેરફાર કર્યો છે.
PM મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ હવે ભારતમાં પણ સોશિયલ મીડિયા યુઝર્સ લોકોને માલદીવને બદલે લક્ષદ્વીપ જવાની અપીલ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પર્યટન પર આધારિત માલદીવની અર્થવ્યવસ્થાને અસર થઈ શકે છે અને આ જ કારણ છે કે માલદીવ સરકાર ભારત અને પીએમ મોદીની ટીકા કરવા ઉપર ઉતરતા ભારતના લોકોએ સોશ્યલ મીડિયા ઉપર વળતો જોરદાર જવાબ આપી રહયા છે.