જયા બચ્ચનને સપાની ટિકિટ પર પાંચમી વખત રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે.
મુલાયમ સિંહ યાદવે 2004માં જયાને પહેલીવાર રાજ્યસભામાં મોકલ્યા હતા.

આ પછી તેમના પુત્ર અખિલેશ યાદવે આ પરંપરાને આગળ ધપાવી. જયા બચ્ચન રાજ્યસભાના સૌથી સક્રિય સાંસદોમાંના એક છે, તેઓ દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.બચ્ચન પરિવારનો યાદવ પરિવાર સાથે રાજકીય સંબંધો સિવાય પારિવારિક સંબંધ પણ છે.
જોકે,હવે ચર્ચાઓ ઉઠી રહી છે કે અખિલેશ યાદવ સતત પીડીએ (પછાત, દલિત, આદિવાસી) વિશે વાત કરે છે, પરંતુ જ્યારે રાજ્યસભાની ઉમેદવારીની વાત આવી ત્યારે સપાએ ઓબીસી અને મુસ્લિમ વર્ગમાંથી કોઈને નામાંકન આપ્યું નથી.
તેમના રાજ્યસભાના ત્રણ ઉમેદવારોમાંથી બે સામાન્ય કેટેગરીના અને એક દલિત વર્ગના છે આ મામલે હવે સમાજવાદી પાર્ટીની ચારેબાજુ ટીકા થઈ રહી છે.
અપના દળ (કેમરાવાડી)ના નેતા પલ્લવી પટેલ પણ બરાબરના ભડકયા છે તેઓ સમાજવાદી પાર્ટીના રાજ્યસભા ઉમેદવારોની યાદીને લઈને નારાજ છે.
તેઓએ જાહેરાત કરી છે કે તે રાજ્યસભાની ચૂંટણીમાં સપાના ઉમેદવારને મત નહીં આપે.

સમાજવાદી પાર્ટીએ જયા બચ્ચનને પાંચમી વખત ઉમેદવાર બનાવ્યા છે. સપામાં આ બાબતની ટીકા થઈ રહી છે.

અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા જયા બચ્ચને મંગળવારે પાંચમી વખત રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી હતી.
રામ ગોપાલ યાદવ પછી જયા બચ્ચન સપામાં પાંચમી વખત ઉપલા ગૃહમાં જનારા બીજા રાજકીય વ્યક્તિત્વ છે. મુલાયમ પરિવાર સાથે બચ્ચન પરિવારના રાજકીય સંબંધો ત્રણ દાયકા જૂના છે.
મુલાયમ સિંહ યાદવે ભલે જયા બચ્ચનને પહેલીવાર સાંસદ બનાવ્યા હોય, પરંતુ અખિલેશ યાદવે પણ તેમને જાળવી રાખ્યા હતા. જયા બચ્ચનને ડિમ્પલ યાદવની નજીક માનવામાં આવે છે.
જયા બચ્ચન રાજ્યસભાના સૌથી સક્રિય સાંસદોમાંના એક છે અને ગૃહમાં તેમના ભાષણો માટે અવારનવાર સમાચારમાં રહે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે જયા બચ્ચનને પાંચમી વખત ઉપલા ગૃહમાં મોકલવા પાછળનું કારણ સંસદમાં તેમના આકરા પ્રહારો છે કે પછી મુલાયમ પરિવારના બચ્ચન પરિવાર સાથેના સંબંધો?

તેનું કારણ એ છે કે લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યસભાના માધ્યમથી રાજકીય સમીકરણને ઠીક કરવાની તક મળી હતી.
આવા સમયે જયા બચ્ચનને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કરીને અખિલેશે રાજકારણ કરતાં અંગત સંબંધોને વધુ મહત્વ આપ્યું છે?જયા બચ્ચન પાર્ટીની આંતરિક બાબતોમાં માથું મારતા નથી તેઓ સેલિબ્રિટી પણ છે.

તમને જણાવી દઈએ કે સપાએ જયા બચ્ચનને પ્રથમ વખત 2004માં રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધો હતો, જ્યારે મુલાયમ સિંહ યાદવ યુપીના મુખ્યમંત્રી હતા. તેમનો પ્રથમ કાર્યકાળ બે વર્ષનો હતો. આ પછી, સપાએ તેમને 2006માં બીજી વખત રાજ્યસભા, પછી 2012માં ત્રીજી વખત અને 2018માં ચોથી વખત ઉપલા ગૃહમાં મોકલ્યા.

2018માં સપાની ટિકિટ પર માત્ર એક જ સભ્યને જવાનો મોકો મળ્યો હતો, તે સમયે પણ અખિલેશે માત્ર જયા બચ્ચનને જ મહત્વ આપ્યું હતું.

હવે,સપા તરફથી જયા બચ્ચને મંગળવારે સતત પાંચમી વખત રાજ્યસભાના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન ભર્યું છે.