દુનિયાભરમાં વસતા NRI માટે આજે ખાસ દિવસ ગણાય છે, આજે પ્રવાસી ભારતીય દિવસ છે. આ દિવસ ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને ધ્યાનમાં લઈ દર વર્ષે ઉજવણી કરાય છે.

અગાઉ જ્યારે નવમી જાન્યુઆરી, 1915ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા આઝાદીની લડત શરૂ કરી હતી અને અંગ્રેજો સામે ચળવળ આરંભી હતી તેની યાદમાં વિદેશ મંત્રાલય દ્વારા વર્ષ 2003થી દરવર્ષે આ દિવસની ઉજવણી થાય છે

મહત્વનું છે કે સ્વર્ગસ્થ લક્ષ્મીલ સિંઘવીએ પ્રથમ વખત પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવાનો વિચાર રજૂ કર્યો ત્યારબાદ.પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની સૌ પ્રથમ જાહેરાત વર્ષ 2002માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા થઈ હતી.
ભારત સરકાર દ્વારા સ્થાપિત ભારતીય ડાયસ્પોરા પરની ઉચ્ચ સમિતિની ભલામણો અનુસાર આ દિવસ મનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 2003માં પ્રથમ વખત પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં 100 જેટલા દેશોમાં કરોડો ભારતીયો વસે છે, પ્રવાસી ભારતીયો યુએસ, યુએઈ, મલેશિયા, સાઉદી અરેબિયા, મ્યાનમાર, યુકે અને પછી કેનેડા,ઓસ્ટ્રેલિયા સહીત વિવિધ દેશોમાં સ્થાયી થયેલા આ ભારતીય પ્રવાસીઓ દેશનું નામ રોશન કરી રહ્યા છે.
આ પ્રવાસી ભારતીયો વિદેશમાં તેમની આર્થિક અને રાજકીય સ્થિતિ નક્કી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવતા થયા છે.
એટલુજ નહિ પણ વિશ્વની 500 મોટી કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પણ ભારતીય મૂળના છે.
કેટલાકતો વિદેશમાં વડાપ્રધાન પદ સુધી પણ પહોંચ્યા છે, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તાજેતરમાં બ્રિટનના પીએમ બનેલા ઋષિ સુનક ભારતીય મૂળના છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, એડોબના સીઈઓ શાંતનુ નારાયણ, માઈક્રોસોફ્ટના સત્ય નડેલા, આઈબીએમના અરવિંદ કૃષ્ણા અને માસ્ટરકાર્ડના સીઈઓ અજયપાલ સિંહ પણ ભારતીય મૂળના છે. ટ્વિટરના તત્કાલીન સીઈઓ પારસ અગ્રવાલ પણ ભારતીય મૂળના હતા.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી પ્રવાસી ભારતીય દિવસ પર સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
તેઓએ કહ્યું કે આ વિશ્વભરમાં ભારતીય ડાયસ્પોરાના યોગદાન અને સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ છે. આપણા સમૃદ્ધ વારસાને જાળવવા અને વૈશ્વિક સંબંધોને મજબૂત કરવા તરફનું તેમનું સમર્પણ પ્રશંસનીય છે. તેઓ વિશ્વભરમાં ભારતની ભાવનાને મૂર્ત બનાવે છે તથા  એકતા અને વિવિધતાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.”
જ્યારે વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ ટ્વીટ કર્યું હતું કે “પ્રવાસી ભારતીય દિવસ પર, વિશ્વભરના ભારતીય ડાયસ્પોરાને શુભેચ્છાઓ. અમને તમારી સિદ્ધિઓ પર ખૂબ ગર્વ છે. ભારતના વૈશ્વિક દરજ્જો વધારવાની  તમારા ઉત્કૃષ્ટ યોગદાનની ભૂમિકા ભજવે છે.”

આજના દીને વડાપ્રધાન મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતની ભાવનાને મૂર્તિમંત કરવા, એકતા અને વિવિધતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ડાયાસ્પોરાની પ્રશંસા કરી હતી.