દુબઈમાં ભારે પવન સાથે આભ ફાટતા સમગ્ર સંયુક્ત આરબ અમીરાતની સાથે પડોશી દેશ બહેરીન પણ પૂરમાં જળમગ્ન બન્યું છે અને દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ પાણી ભરાઈ દુબઈની અને ભારતની કુલ ફ્લાઈટ્સ કુલ 28 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી.
મુસાફરોને દુબઈ એરપોર્ટ પર ન આવવા ચેતવણી આપવામાં આવી હતી.
આમ,હવાઈ અને રોડ ઉપર પાણી ભરાતા સેંકડો લોકો ફસાઈ જવા પામ્યા હતા ઠેરઠેર પાણી જ પાણી જોવા મળતું હતું.
આખરે,સુકા રણ પ્રદેશ ગણાતા અને પાણીની તીવ્ર તંગી ધરાવતા આ વિસ્તારમાં અચાનક એવું તો શું બન્યું કે ત્યાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો ? તો જે વાત સામે આવી તે ચોંકાવનારી છે.
દુબઈમાં ભયાનક વરસાદ અને વાવાઝોડું ફૂંકાયું તે અગાઉ સોમવાર અને મંગળવારે ક્લાઉડ સીડિંગ માટે પ્લેન ઉડાવવામાં આવ્યા હતા તેનું આ પરિણામ હોવાનું વૈજ્ઞાનિકો નું કહેવું છે.
ક્લાઉડ સીડીંગ એક એવી ટેકનિક છે જેના દ્વારા કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે છે. પરંતુ કૃત્રિમ વરસાદ કરવાના પ્રયાસ નિસ્ફળ ગયો અને એકી સાથે આભફાટ્યુ હોય તેમ વરસાદ તુટી પડ્યો હતો.
આ વરસાદ એવો પડ્યો કે જે દોઢ વર્ષમાં જેટલો વરસાદ થતો હતો એટલું પાણી માત્ર થોડા કલાકોમાં જ એકસાથે વરસી પડ્યું પરિણામે આખું શહેર પાણીમાં ડૂબી ગયું અને સર્વત્ર જળબંબાકાર સર્જાયો.
દુબઈ સિવાય અન્ય એક શહેર ફુજૈરાહમાં પણ આવી જ સ્થિતિ ઉભી થઇ.
મતલબ કે ક્લાઉડ સીડીંગ ફેઈલ થઈ જતા આ સ્થિતિ ઉભી થઇ અને સામાન્ય વાદળો સાથે હલકો વરસાદ થવાના બદલે મુશળધાર વરસાદ પડતાં આ સ્થિતિ ઉભી થઇ હોવાનું સામે આવ્યું હોવાના અહેવાલ છે.