ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલુ વર્ષે ઓગસ્ટમાં 3 T20 મેચોની સિરીઝ કે જે અફઘાનિસ્તાન દ્વારા UAEમાં યોજાનાર હતી જે ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝ રમવાની ના પાડી દેતા યોજાઈ શકી નથી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સાથેની ક્રિકેટ સિરીઝ ફરી બંધ રાખવાનું કારણ ભલે બે શ્રેણીઓ વચ્ચે તફાવત હોઈ શકે પરંતુ તે બંધ રાખવાનું કારણ તાલિબાનનું વલણ હોવાનું માનવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 14 મહિના અગાઉ ગયા વર્ષે જાન્યુઆરી યોજાનાર અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ પણ ઓસ્ટ્રેલિયાએ સ્થગિત રાખી હતી અને આ વખતે પણ T20 સિરીઝ રમવાનો ઓસ્ટ્રેલિયાએ ઈનકાર કર્યો છે.
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 T20 મેચોની સિરીઝ યોજાનાર હતી અને અફઘાનિસ્તાન આ શ્રેણીનું યજમાન હતુ.
ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને લઈ T20 શ્રેણી રમવાનો ઈન્કાર કર્યો છે.
આ નિયમને કારણે તેમણે ગયા વર્ષે પણ સિરીઝ મુલતવી રાખી હતી અને આ વર્ષે પણ મેચ સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.
મહત્વનું છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા રમતગમત ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપતું રહ્યું છે, જ્યારે અફઘાનિસ્તાન તેનાથી બિલકુલ વિપરીત છે અને મહિલાઓને છૂટ આપતા નથી.
અફઘાનિસ્તાન પર તાલિબાનોએ જ્યારથી કબજા કર્યો ત્યારથી મહિલાઓને પૂરતી સ્વતંત્રતા આપવામાં આવતી નથી.
છેલ્લા 14 મહિનામાં આમ જોવામાં આવેતો આ ત્રીજી વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન સામે રમવાનો ઈનકાર કર્યો છે.
સૌ પ્રથમ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર 2021 માં હોબાર્ટમાં યોજાનારી અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ રમવાનો ઈનકાર કર્યો હતો. આ પછી, તેમણે જાન્યુઆરી 2023 માં અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી સ્થગિત કરી અને હવે તેમણે આ વર્ષે ઓગસ્ટમાં યોજાનારી 3 T20 શ્રેણી પણ રમવાનો ઈન્કાર કરી દીધો છે.