ભારતના જે વિદ્યાર્થીઓ કે જેઓ અભ્યાસ માટે અમેરિકા જઈ શકતા નથી તેવા વિદ્યાર્થીઓ માટે કેનેડા જવાનો ક્રેઝ વધ્યો છે તેનું મુખ્ય કારણ કેનેડામાં અભ્યાસ માટે ઓછી ફી અને અન્ય સરકારી સુવિધાઓ છે.
પરંતુ, હવે આ વર્ષે એટલે કે તા.1 જાન્યુઆરી 2024થી ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં અભ્યાસ કરવો મુશ્કેલ થઈ ગયો છે.
કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે ગેરંટીડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (GIC) મર્યાદા તેમજ તેઓ તેમના ભારતીય ખાતામાં જમા કરી શકે તેવી રકમ લગભગ બમણી કરી દીધી છે.
GIC હેઠળ, વિદ્યાર્થીઓએ એક વર્ષ રહેવાના તેમના ખર્ચ ને કવર કરવાની
ગેરંટી આપવી પડશે.

મતલબ કે હવે કેનેડા ભણવા જતા લોકોએ લગભગ બમણો ખર્ચ કરવો પડશે. તે જ સમયે, કેનેડાએ અહીં પહેલાથી જ રહેતા વિદ્યાર્થીઓની ડિપોઝિટમાં વધારો કર્યો નથી,પણ રહેવાનું મોંઘું બન્યું છે, રૂમના ભાડા વધ્યા છે.

— કેનેડાની સરકારે ભારતીય વિદ્યાર્થીઓ પર કેટલો વધારાનો બોજ નાખ્યો છે તે વિસ્તારથી સમજીએ.

અગાઉ GIC હેઠળ, અગાઉ ભારતીય વિદ્યાર્થીઓએ તેમના કેનેડિયન બેંક ખાતામાં 16 લાખ રૂપિયા જમા કરાવવા પડતા હતા તેના સ્થાને હવે
1 જાન્યુઆરી 2024થી આ રકમ વધારીને 25 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યા છે, એટલે કે પહેલા કરતા 9 લાખ રૂપિયા વધુ ખર્ચ થશે.
તેવી જ રીતે, વિદ્યાર્થીઓએ તેમના ભારતીય બેંક ખાતામાં 20,635 કેનેડિયન ડોલર એટલે કે અંદાજે રૂ. 12.95 લાખની થાપણ દર્શાવવી પડશે,આ રકમમાં ટ્યુશન ફી અને રહેવાનો ખર્ચનો સમાવેશ થતો નથી. નવા આવનારા વિદ્યાર્થીઓની ટ્યુશન ફીમાં પણ લગભગ બમણો વધારો થયો છે. કેનેડાના વિવિધ શહેરોમાં અભ્યાસ કરતા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેનેડાની સરકારે તેમની ટ્યુશન ફી પર આપવામાં આવતી સબસિડીમાં પણ ઘટાડો કર્યો છે.

સ્વાભાવિક રીતે હવે કેનેડા જતા વિદ્યાર્થીઓ પર તેની મોટી અસર થવાની છે.
નવી દિલ્હીમાં ઈમિગ્રેશન એજન્સી ચલાવતા એજન્ટનું કહેવું છે કે GIC મર્યાદામાં વધારો થતાં ચાર વર્ષની ડિગ્રી મોંઘી પડશે.
તેમણે કહ્યું કે, ‘પંજાબ જેવા રાજ્યોમાંથી વર્ષભરના ડિપ્લોમા અભ્યાસક્રમો માટે અરજી કરનારા વિદ્યાર્થીઓ પર પણ તેની ભારે અસર પડશે.
આ ફેરફાર અંગે કેનેડા સરકારના મંત્રી કહે છે કે તે વિદેશી વિદ્યાર્થીઓની સફળતા અને સુખાકારી સુનિશ્ચિત કરવાના પગલા તરીકે છે.
તેમણે કહ્યું કે આ જીવનનિર્વાહના વધતા ખર્ચનો જવાબ છે. તે વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા યોગ્ય આવાસ શોધવા જેવા પડકારોનો પણ ઉકેલ લાવે છે. આ વિદેશી વિદ્યાર્થીઓને શોષણ અને નાણાકીય અસલામતીથી બચાવવાની સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે. નવા નિયમ મુજબ વિદેશી વિદ્યાર્થીઓએ જીવન અને અભ્યાસના કુલ ખર્ચના અડધા ભાગની વ્યવસ્થા કાગળ પર સાબિત કરવી પડશે. જ્યારે અગાઉ આ ભાવ શિક્ષણના સ્તરના આધારે નક્કી કરવામાં આવતો હતો.