IPL 2022 ની પર્પલ કેપ હોલ્ડર રેસમાં રાજસ્થાન રોયલ્સના બોલર યુઝવેન્દ્ર ચહલનું નામ ટોચ પર ચાલી રહ્યું છે. આ આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. યુઝવેન્દ્રએ આ સિઝનમાં અત્યાર સુધી 40 ઓવર ફેંકી છે. આમાં તેણે 7.27ની એવરેજથી પ્રતિ ઓવર રન આપ્યા છે અને 15.31ની બોલિંગ એવરેજથી 19 વિકેટ લીધી છે. એટલે કે સરેરાશ દર 15 રન ખર્ચ્યા બાદ યુઝવેન્દ્રને ચોક્કસપણે એક વિકેટ મળી છે.

પર્પલ કેપ માટે, યુઝવેન્દ્ર હવે દિલ્હી કેપિટલ્સના કુલદીપ યાદવ, પંજાબ કિંગ્સના કાગિસો રબાડા અને સનરાઈઝર્સ હૈદરાબાદના ટી નટરાજન તરફથી સખત પડકારનો સામનો કરી રહ્યો છે. આ ત્રણ બોલરોએ અત્યાર સુધીમાં 17-17 વિકેટ લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વાનિન્દુ હસરંગા પણ પર્પલ કેપની આ રેસમાં છે. તેણે 16 વિકેટ લીધી છે. આ યાદી શનિવારની મેચ પહેલાની છે તેની ખાસ નોંધ વાચકોએ લેવી .

પોઝિશનબોલરમેચવિકેટબોલિંગ એવરેજઇકોનોમી
1યુઝવેન્દ્ર ચહલ101915.317.27
2કુલદીપ યાદવ91715.828.23
3કગિસો રબાડા9178.2716.05
4ટી નટરાજન91717.828.65
5વાનિંદુ હસરંગા111619.008.21