બોલિવૂડ જગતમાં બે મોટી ફિલ્મો એક સાથે આવતા સૌની નજર આ ફિલ્મો ઉપર ટકેલી છે કે શાહરુખ ખાન અને પ્રભાસની આ ફિલ્મોની ટક્કર કેવી હશે.
શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ડંકી’ આજે 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ડંકીનો પહેલો શો 5.54નો હતો. 
‘પઠાણ’ અને ‘જવાન’ ફિલ્મોએ રેકોર્ડ બ્રેક કમાણી કર્યા બાદ શાહરૂખ ખાનની આ ફિલ્મ ઉપર પણ મોટી આશા રાખવામાં આવી રહી છે,કિંગ ખાનની આ વર્ષની આ ત્રીજી ફિલ્મ છે.ડંકીફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય તાપસી પન્નુ, બોમન ઈરાની, સતીશ શાહ, દિયા મિર્ઝા અને વિકી કૌશલ જેવા કલાકારો છે.
ડિંકી’નું નિર્દેશન રાજકુમાર હિરાણીએ કર્યું છે.


જોકે,આ વખતે શાહરુખની ફિલ્મ ડંકીની સીધી ટક્કર સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘સાલાર’ સાથે થવાની છે કારણ કે ‘સાલાર’પણ આવતીકાલે તા.22 ડિસેમ્બરે રિલીઝ થવાની છે,જેમાં શાહરૂખ અને પ્રભાસ નું પાણી મપાવાનું છે કે કોણ બાજી મારશે.

‘ડિંકી’ની સામે 22મી ડિસેમ્બરે પ્રભાસની ‘સાલાર પાર્ટ 1 સીઝફાયર’ પણ રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મ પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત છે. ડંકી અને સાલારના ટ્રેલરને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે જોવાનું એ રહેશે કે કોને કેટલો પ્રતિસાદ મળશે.