નમસ્કાર ગુજરાત ન્યૂઝ.

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા…. એટલે કે બીસીસીઆઇ (BCCI). વિશ્વનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ. તમને લાગતું હશે કે ભારતીય ક્રિકેટર વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતા હશે. જેમ કે ભારતના સૌથી વધુ વેતન મેળવનાર કરારબદ્ધ ક્રિકેટરો વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ BCCI પાસેથી વાર્ષિક 7 કરોડ કમાય છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે ભારતીય ખેલાડીઓની કમાણી ઓસ્ટ્રેલિયાના ઘણાં ક્રિકેટર કરતા અડધા જેટલી પણ નથી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટરમાં કોની કમાણી છે સૌથી વધુ ?

ભારતીય ખેલાડીઓની સરખામણીમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા વાર્ષિક 15 કરોડ ($2 મિલિયન) ચૂકવવામાં આવે છે. હા તમે સાચું જ વાંચ્યું કે પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયન કેપ્ટન તરીકે $2 મિલિયનની કમાણી કરે છે. જ્યારે બીજી સૌથી મોટી ચોંકાવતી બાબત એ છે કે જોશ હેઝલવુડ સૌથી વધુ કમાણી કરનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટરમાં બીજા સ્થાને છે. હેઝલવુડ વાર્ષિક 1.6 મિલિયન ડોલરની કમાણી કરે છે. જ્યારે ડેવિડ વાર્નરને 1.5 મિલિયન ડોલર ચુકવવામાં આવે છે.

ભારતના સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરો: વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ 7 કરોડની કમાણી (બીસીસીઆઇના વાર્ષિક કોન્ટ્રાક્ટ અનુસાર)

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અગ્રણી કમાણી કરનાર

પેટ કમિન્સ: $2 મિલિયન (કપ્તાનના $200k બોનસ સહિત)

જોશ હેઝલવુડ: $1.6 મિલિયન

ડેવિડ વોર્નર: $1.5 મિલિયન

મિશેલ સ્ટાર્ક $1.4 મિલિયન

સ્ટીવ સ્મિથ $1.3 મિલિયન

માર્નસ લેબુશેન $1.2 મિલિયન

નાથન લિયોન $1.1 મિલિયન

મેચ ફી:

– ટેસ્ટ: $18,000

– ODI: $7,000

– T20: $5,500

ઓસ્ટ્રેલિયા vs ભારત ક્રિકેટરોના કોન્ટ્રાક્ટના આધારે સ્પષ્ટ અર્થ એ છે કે ભારતીય ક્રિકેટરો બીસીસીઆઈ પાસેથી જે મેળવે છે તેના કરતા ઓસી ક્રિકેટરો લગભગ બમણી કમાણી કરી રહ્યા છે. આ ઉપરાંત જાળવી રાખેલા પેકેજો મેળવવા સિવાય, બંને બોર્ડ ઓવરસીઝ જીત માટે બોનસ પણ આપે છે. ઓસ્ટ્રેલિયન બોર્ડ ખેલાડીઓને 40 ટકા મેચ ફી બોનસ પેટે આપે છે. જ્યારે બીસીસીઆઇ જીત પ્રમાણે કોઇ ખાસ રકમ જાહેર કરે છે. આ તરફ બીસીસીઆઇ ભારતીય ખેલાડીઓને વાર્ષિક કોન્ટ્રાક્ટ ચાર પ્રકારે આપે છે. જે આ પ્રમાણે છે.

BCCI પાસે ચાર પ્રકારના કોન્ટ્રાક્ટ છે – A+ ખેલાડી, જેનું વાર્ષિક મહેનતાણું રૂ. 7 કરોડ છે જ્યારે A, B અને C શ્રેણીઓનું મૂલ્ય અનુક્રમે રૂ. 5 કરોડ, રૂ. 3 કરોડ અને રૂ. 1 કરોડ છે. 27 ભારતીય ક્રિકેટરોને બીસીસીઆઇ દ્વારા વાર્ષિક કરાર આપવામાં આવ્યો છે

એ પ્લસ કોન્ટ્રાક્ટ, 7 કરોડ : રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ

એ ગ્રેડ કોન્ટ્રાક્ટ 5 કરોડ : રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત, કેએલ રાહુલ અને મોહમ્મદ શમી

બી ગ્રેડ કોન્ટ્રાક્ટ 3 કરોડ : ચેતેશ્વર પુજારા, અજિંક્યા રહાણે, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, શ્રેયસ ઐયર, મોહમ્મદ સિરાજ, ઇશાંત શર્મા

સી ગ્રેડ કોન્ટ્રાક્ટ 1 કરોડ : શિખર ધવન, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ, હનુમા વિહારી,
યુઝવેન્દ્ર ચહલ, સૂર્યકુમાર યાદવ, રિદ્ધિમાન સાહા, મયંક અગ્રવાલ, દીપક ચહર.