યુકે કે યુએસએમાં કરતા પણ વધુ સેલરી સ્વિત્ઝરલેન્ડમાં મળે છે

જો તમે વિદેશમાં નોકરી શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, જાપાન કે ચીનમાં નહીં પરંતુ વિશ્વમાં સૌથી વધુ સરેરાશ માસિક પગાર સ્વિત્ઝર્લેન્ડમાં મળે છે. અહીં સરેરાશ માસિક પગાર $6,096 એટલે કે 4,98,652 રૂપિયા છે. આ રીતે, સ્વિટ્ઝર્લેન્ડમાં કર્મચારીઓને દર મહિને સરેરાશ પાંચ લાખ રૂપિયાનો પગાર મળે છે. તાજેતરમાં એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટમાં લક્ઝમબર્ગ બીજા સ્થાને છે. અહીં સરેરાશ માસિક પગાર $5,015 એટલે કે 4,10,227 રૂપિયા છે. આ રિપોર્ટમાં ભારત 29માં નંબર પર છે. અહીં સરેરાશ માસિક પગાર $573 એટલે કે 46,861 રૂપિયા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા 10મા ક્રમે છે. પગાર ચૂકવવાની બાબતમાં પાકિસ્તાન સૌથી નીચે છે.

પગારના મામલામાં સિંગાપોર યુએસએ કરતા આગળ
આ યાદીમાં સિંગાપુર ત્રીજા સ્થાને છે. અહીં સરેરાશ માસિક પગાર $4989 એટલે કે 4,08,100 રૂપિયા છે. સરેરાશ પગારની દ્રષ્ટિએ યુએસએ (અમેરિકા) પાંચમા ક્રમે છે. અહીં માસિક પગાર $4245 એટલે કે 3,47,241 રૂપિયા છે. આઇસલેન્ડ આ યાદીમાં પાંચમા સ્થાને છે. અહીં સરેરાશ માસિક પગાર $4007 એટલે કે 3,27,772 રૂપિયા છે. આ યાદીમાં કતાર છઠ્ઠા સ્થાને, ડેનમાર્ક સાતમા સ્થાને, UAE આઠમા સ્થાને, નેધરલેન્ડ નવમા અને ઓસ્ટ્રેલિયા 10મા સ્થાને છે.

રશિયા, કતાર, ચીન સહિતના આ દેશોમાં ભારત કરતાં વધુ પગાર
કતાર, રશિયા, મેક્સિકો, ચીન, દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા, ડેનમાર્ક સહિત ઘણા દેશોમાં સરેરાશ માસિક પગાર ભારત કરતાં વધુ છે. રશિયામાં સરેરાશ માસિક પગાર $645 એટલે કે રૂ. 52,761 છે. ચીનમાં તે 1069 ડોલર એટલે કે 87,444 રૂપિયા છે. દક્ષિણ કોરિયામાં સરેરાશ પગાર $2,243 એટલે કે 1,83,477 રૂપિયા અને જાપાનમાં $2,427 એટલે કે 1,98,528 રૂપિયા છે.

પાકિસ્તાનમાં સરેરાશ માસિક પગાર $145
રિપોર્ટ અનુસાર, પગાર આપવાના મામલે પાકિસ્તાન છેલ્લા સ્થાને છે. અહીં સરેરાશ માસિક પગાર $145 એટલે કે 11,861 રૂપિયા છે. નાઈજીરીયામાં તે 160 ડોલર એટલે કે 13,088 રૂપિયા છે. બાંગ્લાદેશમાં તે $255 એટલે કે 20,859 રૂપિયા છે, ઈન્ડોનેશિયામાં $339 એટલે કે 27,730 રૂપિયા અને તુર્કીમાં $486 એટલે કે 39,754 રૂપિયા છે.

સરેરાશ માસિક પગાર આપતા દેશોની સૂચિ

  1. સ્વિટ્ઝર્લેન્ડ: $6,096 (રૂ. 4,98,567)
  2. લક્ઝમબર્ગ: $5,015 (રૂ. 4,10,156)
  3. સિંગાપોર: $4,989 (રૂ. 4,08,030)
  4. યુએસએ: $4,245 (રૂ. 3,47,181)
  5. આઇસલેન્ડ: $4,007 (રૂ. 3,27,716)
  6. કતાર: $3,982 (રૂ. 3,25,671)
  7. ડેનમાર્ક: $3,538 (રૂ. 2,89,358)
  8. UAE: $3,498 (રૂ. 2,86,087)
  9. નેધરલેન્ડ્સ: $3,494 (રૂ. 2,85,756)
  10. ઓસ્ટ્રેલિયા: $3,391 (રૂ. 2,77,332)
  11. નોર્વે: $3,289 (રૂ. 2,68,990)
  12. જર્મની: $3,054 (રૂ. 2,49,771)
  13. કેનેડા: $2,997 (રૂ. 2,45,109)
  14. યુકે: $2,924 (રૂ. 2,39,139)
  15. ફિનલેન્ડ: $2,860 (રૂ. 2,33,905)
  16. ઑસ્ટ્રિયા: $2,724 (રૂ. 2,22,782)
  17. સ્વીડન: $2,721 (રૂ. 2,22,534)
  18. ફ્રાન્સ: $2,542 (રૂ. 2,07,894)
  19. જાપાન: $2,427 (રૂ. 1,98,489)
  20. દક્ષિણ કોરિયા: $2,243 (રૂ. 1,83,441)
  21. સાઉદી અરેબિયા: $2,002 (રૂ. 1,63,731)
  22. સ્પેન: $1,940 (રૂ. 1,58,660)
  23. ઇટાલી: $1,728 (રૂ. 1,41,322)
  24. દક્ષિણ આફ્રિકા: $1,221 (રૂ. 99,857)
  25. ચીન: $1,069 (રૂ. 87,426)
  26. ગ્રીસ: $914 (રૂ. 74,749)
  27. મેક્સિકો: $708 (રૂ. 57,902)
  28. રશિયા: $645 (રૂ. 52,750)
  29. ભારત: $573 (રૂ. 46,861)
  30. તુર્કી: $486 (રૂ. 39,746)
  31. બ્રાઝિલ: $418 (રૂ. 34,185)
  32. આર્જેન્ટિના: $415 (રૂ. 33,939)
  33. ઇન્ડોનેશિયા: $339 (રૂ. 27,724)
  34. કોલંબિયા: $302 (રૂ. 24,698)
  35. બાંગ્લાદેશ: $255 (રૂ. 20,854)
  36. વેનેઝુએલા: $179 (રૂ. 14,639)
  37. નાઇજીરીયા: $160 (રૂ. 13,085)
  38. ઇજિપ્ત: $145 (રૂ. 11,858)
  39. પાકિસ્તાન: $145 (રૂ. 11,858)